પૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા
ભીમા કોરેગાંવ હિંસા મામલે હાલમાં જ કરવામાં આવેલી ધરપકડ પર પૂણે પોલિસનું નિવેદન આવ્યુ છે.
ભીમા કોરેગાંવ હિંસા મામલે હાલમાં જ કરવામાં આવેલી ધરપકડ પર પૂણે પોલિસનું નિવેદન આવ્યુ છે. પૂણે પોલિસના એક અધિકારીએ કહ્યુ કે ભીમા કોરેગાંવ હિંસા રાજ્ય સરકાર સામે એક સમજી વિચારીને કરેલુ ષડયંત્ર હતુ અને પોલિસ પાસે તેના પૂરતા પુરાવા છે. વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવાનો પ્લાન 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો.

પોલિસે કર્યો પુરાવા હોવાનો દાવો
પોલિસ અધિકારીએ જણાવ્યુ કે જે દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તે એ સાબિત કરવા માટે પૂરતી છે કે તેમનો ભીમા કોરેગાંવ હિંસા સાથે સંબંધ હતો અને એલ્ગર પરિષદ રેલી પણ આનો એક હિસ્સો હતી. આ મામલાની તપાસ દરમિયાન માઓવાદીઓના શામેલ હોવાના સંકેત મળ્યા હતા જ્યારે બીજી તરફ કેટલાક હિંદુ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓની તરફ પણ ઈશારો કરવામાં આવ્યો હતો. પોલિસ અધિકારીના વેંકટેશને જણાવ્યુ કે માઓવાદીઓના ડાબેરી વિચારકોના સંબંધનો મામલો એલ્ગર પરિષદ સુધી નથી પરંતુ એનાથી પણ મોટો છે.

પહેલેથી રચવામાં આવી રહ્યુ હતુ ષડયંત્ર
તેમણે જણાવ્યુ હતુ કે એલ્ગર પરિષદ રેલીથી માઓવાદીઓના સંબંધની તપાસ પૂણે પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે સંભાજી ભીડે અને મિલિંદ સામે પહેલેથી જ કેસ ફાઈલ કરી દેવાયો છે. હાલમાં જ પોલિસે 5 ડાબેરી વિચારકોની ધરપકડ કરી હતી જેમાં ડાબેરી વિચારક વરવરા રાવ, પત્રકાર ગૌતમ નવલખા, કાર્યકર અને વકીલ સુધા ભારદ્વાજ, કાર્યકર વેરનન ગોંઝાલવિસ અને કાર્ટુનિસ્ટ અરુણ ફરેરા શામેલ છે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ એલ્ગર પરિષદ રેલીના આયોજકોમાંથી એક રિટાયર્ડ જજ, બી જી કોલ્સે પાટિલે કહ્યુ કે જો આ ષડયંત્ર હતુ તો આની પાછળ હિંદુ સંગઠનોનો હાથ હતો. વળી, મહારાષ્ટ્ર પોલિસના એડીજી પરમબીર સિંહે કહ્યુ કે જ્યારે પોલિસને વિશ્વાસ થઈ ગયો કે તેમના માઓવાદીઓ સાથે સંબંધ છે ત્યારબાદ જ આ લોકોની ધરપકડ માટે અલગ અલગ શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. પુરાવા સ્પષ્ટ ઈશારો કરે છે કે તેમના માઓવાદીઓ સાથે સંબંધ છે.

5 ડાબેરી વિચારકોની થઈ હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે ધરપકડ કરાયેલ પાંચે ડાબેરી વિચારકોને સુપ્રિમ કોર્ટે પાંચ સપ્ટેમ્બર સુધી નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશને પૂણે પોલિસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યુ હતુ કે ધરપકડ કરાયેલ પાંચે લોકોને રિમાન્ડ પર લેવામાં નહિ આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
