ડાબેરીઓની ધરપકડ પર અરુંધતિ રોયઃ ‘દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે'
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ રાજકારણ વધુ ગરમાયુ હોય તેવુ જણાઈ રહ્યુ છે.
ભીમા કોરેગાંવ હિંસા મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ રાજકારણ વધુ ગરમાયુ હોય તેવુ જણાઈ રહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાબેરી વિચારકોની ધરપકડ મામલે આરએસએસ પર કટાક્ષ કર્યો તો બીજી તરફ પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રોયે કહ્યુ કે દેશમાં કટોકટીની ઘોષણા થવાની છે.

‘ખોટા આરોપોમાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે'
અરુંધતિ રોયે કહ્યુ, ‘એક સાથે ધરપકડ એક એવી ખતરનાક સરકારનો સંકેત છે જેને પોતાનો જનાદેશ ગુમાવવા અને ગભરાટમાં તેની સરકાર પડી ભાંગવાનો ડર છે. વકીલો, કવિઓ, લેખકો, દલિત અધિકાર કાર્યકર્તાઓ તેમજ બુદ્ધિજિવીઓની ખોટા આરોપોમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ધોળા દિવસે લોકોને ધમકાવનાર અને હત્યા કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ન્યાય સામે બોલનારા કે એક ખાસ વિચારધારા સામે બોલનારા લોકોને ગુનેગાર બનાવવામાં આવી રહ્યા છે.'

અરુંધતિ રોયનો મોટો આરોપ
અરુંધતિ રોયે કહ્યુ, ‘હત્યારાઓને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમને સંરક્ષણ આપવામાં આવી રહ્યુ છે, હિંદુ બહુસંખ્યકો સામે બોલનારાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બધુ એ તરફ ઈશારો કરે છે કે ભારત ક્યાં જઈ રહ્યો છે. જે કંઈ પણ બની રહ્યુ છે તે ખૂબ ખતરનાક છે. આ ચૂંટણી પહેલા તે આઝાદી અને ભારતીય બંધારણ સામે તખ્તાપલટની કોશિશ છે જેને આપણે સાચવી રાખ્યુ છે.'

નક્સલીઓ સાથેના સંબંધમાં ડાબેરીઓની ધરપકડ
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ડાબેરીઓની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ મોદીની હત્યાના ષડયંત્રના આરોપમાં 5 ડાબેરી વિચારકોની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘અહીં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બાકીનાને બંધ કરી દો. બધા કાર્યકર્તાઓને ગોળી મારી દો, જેલમાં મોકલી દો, આ ન્યૂ ઈન્ડિયા છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
