ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો, કારમાં સવારોએ મારી ગોળી

દલિતોનો અવાજ ઉઠાવનારા પાર્ટી ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ પર સહારનપુરના દેવબંદમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર, કારમાં સવાર હુમલાખોરોએ ચંદ્રશેખર આઝાદ પર કાર સવારો પર અચાનક ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ચંદ્રશેખર આઝાદને ગોળી વાગી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Bhim Army Chief

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને એસએસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ચંદ્રશેખર આઝાદ તેમના કાર્યકરો સાથે કાફલામાં સહારનપુર પહોંચ્યા હતા.

આ ઘટના વિશે માહિતી આપતા SSP ડૉ. વિપિન ટાડાએ જણાવ્યું હતું કે, કારમાં સવાર સશસ્ત્ર માણસોએ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ગોળી ચંદ્રશેખર આઝાદને અડીને નીકળી હતી. આઝાલ હાલ સ્વસ્થ છે અને તેમને સારવાર માટે સીએચસીમાં લઈ જવામાં આવ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X