Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત જોડો યાત્રા દરમિયાન લોકોની ફરમાઈશ પર રાહુલ ગાંધીએ કર્યો અનોખો ડાંસ, જુઓ વીડિયો

એક વીડિયો બુધવારે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ડાંસ કરી રહ્યા છે.

Bharat Jodo Yatra: 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરુ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી દરેક વર્ગના લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના ઘણા એવા વીડિયો આવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ એક વીડિયો બુધવારે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ડાંસ કરી રહ્યા છે. તેમની સાથે પક્ષના ઘણા કાર્યકર્તા પણ હાજર હતા.

rahul gandhi

કોંગ્રેસે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શન આપવામાં આવ્યુ છે... જુઓ શું થયું જ્યારે લોકોએ રાહુલ ગાંધીને ડાંસ કરવાનુ કહ્યું...? આ વીડિયોમાં રાહુલ ગાંધી હાથ ઉંચા કરીને ડાંસ કરી રહ્યા છે. વળી, કેટલાક કલાકારો પણ તેમની સાથે ડાંસ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો ઢોલ અને વાંસળી વગાડી રહ્યા છે. રાહુલ ગાંધીનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં છે. મહારાષ્ટ્રમાં આ યાત્રા નાંદેડ જિલ્લામાંથી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા મંગળવારે જ્યારે પત્રકારોએ કોંગ્રેસના નેતા જયરામ રમેશને પૂછ્યુ કે ગુજરાત ચૂંટણીને કારણે યાત્રા પર શું અસર થશે? તેના જવાબમાં તેમણે કહ્યુ કે ચૂંટણીની કોઈ અસર યાત્રા પર થશે નહિ. તેમણે કહ્યુ કે ભારત જોડો યાત્રા રાજકીય ચોરો વિરુદ્ધ છે. યાત્રાને મતબેંકથી કોઈ મતલબ નથી.

ભારત જોડો યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. આ દરમિયાન 6 જિલ્લામાં લગભગ 399 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવશે. ભારત જોડો યાત્રા 5 ડિસેમ્બરે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પ્રવેશ કરશે. બંને રાજ્યોમાં આ યાત્રા દરમિયાન રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ અને કાર્યકરો હાજર રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X