આજથી બે દિવસ ભારત બંધ, 10 પોઇન્ટમાં સમજો તેની અસર
આજથી બે દિવસ ભારત બંધ, 10 પોઇન્ટમાં સમજો તેની અસર
કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં સેન્ટ્રલ ટ્રેડ યૂનિયનોએ આજે અને કાલે ભારત બંધનું આહ્વાન કર્યું છે. 28 અને 29 માર્ચે થનાર દેશવ્યાપી બંધથી ક્યાંકને ક્યાંક સામાન્ય નાગરિકોનું જીવન પ્રભાવિત થનાર છે, કેમ કે આ બંને દિવસની હડતાળમાં બેંક સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના છે. આ ઉપરાંત બંધ દરમિયાન રેલવે સેવા પણ પ્રભાવિત થવાની સંભાવના છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે બંધનું સમર્થન કર્યું
જણાવી દઈએ કે અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે હડતાળને પોતાનું સમર્થન આપવાનું એલાન કર્યું છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના કર્મચારીઓ અને ગ્રાહકો માટે એક દિવસ પહેલાં જ બંધની જાણકારી આપી દીધી હતી. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે ફેસબુક પર લખ્યું કે બેંકિંગ સેક્ટર પણ આ હડતાળમાં સામેલ થશે.

કેમ થઈ રહ્યું છે ભારત બંધ
જણાવી દઈએ કે ભારત બંધનું આહ્વાન કેન્દ્ર સરકારની એવી નીતિઓના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે, જેનાથી કર્મચારી, ખેડૂતો અને સામાન્ય નાગરિકો પ્રભાવિત છે. 22 માર્ચ 2022ના રોજ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનોના સંયુક્ત મંચની બેઠક બાદ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાં તૈયારીઓના રિપોર્ટ લીધા બાદ યૂનિયનોએ કર્મચારી વિરોધી, જનતા વિરોધી, ખેડૂત વિરોધી અને દેશ વિરોધી નીતિઓની સામે બે દિવસીય હડતાળનું આહ્વાન કર્યું હતું. બંગાળમાં વામપંથી પાર્ટીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.

ભારત બંધ સાથે જોડાયેલી મહત્વની વાતો
- ભારતનું બેંકિંગ અને રેલવે ઉપરાંત કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરે પણ ટેકો જાહેર કર્યો છે.
- આ ઉપરાંત રોડવેજ, ટ્રાંસપોર્ટ કર્મચારીઓ અને વીજળી કર્મચારીઓએ પણ હડતાળનું સમર્થન કર્યું છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ તમામ સેક્ટરની સેવાઓ આજે અને કાલે પ્રભાવિત થઈ શકે છે.
- વીજળી મંત્રાલયે આજે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને હાઇ એલર્ટ પર રહેવા અને ચોવ્વીસ કલાક વીજળી આપૂર્તી અને રાષ્ટ્રીય ગ્રિડની સ્થિરતા સુનિશ્ચિત કરવાની સલાહ આપી. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલ, રક્ષા અને રેલવે જેવી જરૂરી સેવાઓમાં લાગેલા લોકો માટે પણ વીજળી સપ્લાઈ સુનિશ્ચિત કરવામાં આવે.
- ભારત બંધનું આહ્વાન કરનાર સેંટ્રલ ટ્રેડ યૂનિયનોની માંગ છે- શ્રમ સંહિતા સમાપ્ત કરી દેવામાં આવે, ખાનગીકરણ રોકવામાં આવે, મનરેગા હેઠળ વેતન માટે ફાળવણીમાં વધારો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવા વગેરે.
- અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘની માંગ છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રના બેંકોના ખાનગીકરણ બંધ કરે અને તેમને મજબૂત કરે. આ ઉપરાંત જે બેંક કરજામાં ડૂબેલી છે તેમને કરજામાંથી બહાર કાઢવામાં આવે, બેંક જમા પર વ્યાજ વધે, સેવા શૂલ્કમાં કમી કરવામાં આવે અને જૂની પેંશન યોજના ફરીથી શરૂ કરવામાં આવે.
- ઑલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે ઉમ્મીદ જતાવી છે કે 20 કરોડથી વધુ ઔપચારિક અને અનૌપચારિક કાર્યકર્તાઓની ભાગીદારી આ બંધમાં થી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
