એક કિલ્લો જ્યાં સુરજ આથમતા જ જાગી જાય છે આત્માઓ

વિશ્વમાં આવા સ્થળો અંગે લોકો જાણે છે પરંતુ બહુ ઓછા લોકો હોય છે, જે તેમની સાથે રૂબરૂ થવાની હિંમત રાખે છે. જેમ આપણે વિશ્વમાં પોતાના હોવા અથવા ના હોવા અંગેની વાત પર વિશ્વાસ કરીએ છીએ તેવી જ રીતે આપણા દિમાગના એક ખુણામાં આત્માઓની દૂનિયા હોવાનો પણ આભાસ હોય છે. એ વાત અલગ છે કે લોકો એ વાતને માનવાનો બધાની વચ્ચે ઇન્કાર કરે છે, પરંતુ પોતાના તર્કોથી તમે માત્ર તમારા દિલને તસલ્લી આપી શકો છો, વિશ્વની હકીકતને બદલી શકતા નથી.
કંઇક આવું જ એક કિલ્લા અંગે છે, જે અંગે અમે તમને અહીં જણાવવા જઇ રહ્યાં છીએ. તેની સુંદર બનાવટની સાથે એક અતીત પણ તેમાં છૂપાયેલું છે. જ્યાં સુરજ ડુબતાની સાથે જ આત્માઓ કબજો કરી લે છે અને શરૂ થઇ જાય છે મોતનું તાંડવ. રાજસ્થાના દીલ સમા જયપુર સ્થિત આ કિલ્લાને ભાનગઢના કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે.
ભાનગઢ કિલ્લાનું એક શાનદાર અતીત
ભાનગઢ કિલ્લો સતરમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાનું નિર્માણ માનસિંહના નાના ભાઇ રાજા માઘો સિંહે કરાવ્યું હતું. રાજા માધો સિંહ એ સમયે અકબર સેનામાં જનરલ પદ પર તૈનાત હતા. તે સમયે ભાનગઢની જનસંખ્યા અંદાજે 10 હજાર હતી. ભાનગઢ અલ્વાર જિલ્લામાં સ્થિત એક શાનદાર કિલ્લો છે, જે ઘણા જ વિશાળ આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે. ચારેકોર પર્વતોથી ઘરેલાયેલા આ કિલ્લામાં શ્રેષ્ઠ શિલ્પકલાઓનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ કિલ્લામાં ભગવાન શિવ, હનુમાન વગેરેના શ્રેષ્ઠ અને અતિ પ્રાચિન મંદિરો આવેલા છે. આ કિલ્લાના કુલ પાંચ દ્વારા છે અને સાથોસાથ એક મુખ્ય દીવાલ છે. આ કિલ્લામાં મજબૂત પથ્થરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અતિ પ્રાચિન કાળથી પોતાની યથા સ્થિતિમાં પડેલા છે.
ભાનગઢ કિલ્લા પર કાળા જાદૂગર સિંઘિયાનો શાપ
ભાનગઢ કિલ્લો જે દેખાવે જેટલો સુંદર છે એટલું જ તેનું અતીત પણ ભયાનક છે. તમને જણાવી દઇએ કે ભાનગઢ કિલ્લા અંગે એક પ્રસિદ્ધ કહાણી છે, જે અનુસાર ભાનગઢની રાજકુમારી રત્નાવતી જે નામ અનુરૂપ ઘણી જ સુંદર હતી. તે સમયે તેમના રૂપની ચર્ચા આખા રાજ્યમાં હતી અને સાથે જ દેશના ખુણે-ખુણેથી રાજકુમાર તેમની સાથે લગ્ન કરવા ઇચ્છૂક હતા. તે સમયે માત્ર 18 વર્ષની હતી અને તેમનું યોવન તેમના રૂપમાં વધુ નિખાર લાવી ચૂક્યું હતું. તે સમયે ઘણા રાજ્યોમાંથી તેમના લગ્નના પ્રસ્તાવ આવી રહ્યાં હતા. એ દરમિયાન તે એક વાર કિલ્લામાં પોતાની સકીઓ સાથે બજારમાં નીકળી હતી. રાજકુમારી રત્નાવતી એક દૂકાને પહોચી અને અત્તરને પોતાના હાથોમાં લઇને તેની ખૂશ્બૂ લઇ રહી હતી. એ સમયે એ જ દૂકાનથી થોડેક દૂર એક સિંધિયા નામની વ્યક્તિ ઉભી રહી અને ધારી-ધારીને રાજકુમારીને જોઇ રહ્યો હતો.
સિંધિયા એ જ રાજ્યમાં રહેતો હતો અને કાળા જાદૂનો મહારથી હતો. એવું જણાવવામાં આવે છે કે તે રાજકુમારીના રૂપનો દિવાનો હતો અને તેણે પ્રગાઢ પ્રેમ કરતો હતો. તે કોઇપણ રીતે રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો. તેથી તેણે આ દૂકાન પાસે આવીને એક અત્તરની બોટલ કે જેને રાણી પસંદ કરી રહી હતી, તેણે એ બોટલ પર કાળો જાદૂ કરી નાખ્યો અને રાજકુમારી પર વશીકરણ કરી નાંખ્યું હતું.
રાજકુમારી રત્નાવતીએ એ અત્તરી બોટલ ઉઠાવી, પરંતુ તેણે ત્યાં જ નજીકના એક પથ્થર પર ફેંકી દીધી. પથ્થર પર પટકાતા બોટલ તૂટી ગઇ અને બધુ અત્તર એ પથ્થર પર ઢોળાઇ ગયું. ત્યાર બાદ પથ્થર એ લપસ્યો અને તાંત્રિક સિંધિયાની પાછળ જોતો રહ્યો અને તાંત્રિકને કચડી નાંખ્યો, જેનું ત્યાં જ મોત થઇ ગયું. મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લમાં રહેનારા તમામને મારી નાંખશે અને તેઓ બીજી વખત જન્મ નહીં લઇ શકે અને આખી જિંદગી એ લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે.
આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા હતા. ત્યાં સુધી કે રાજકુમારી રત્નાવતી પણ એ શાપથી બચી શકી નહીં અને તેમનું મૃત્યું થયું. એક જ કિલ્લામાં એક સાથે આટલા મોટા કત્લેઆમ બાદ ત્યાં મોતની ચીંખો ગુજી અને આજે પણ એ કિલ્લામાં તેમની આત્માઓ ભટકતી રહે છે.
કિલ્લામાં સુર્યાસ્ત બાદ પ્રવેશ નિષેધ
હાલ આ કિલ્લાની દેખરેખ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, કિલ્લાની ચારેકોર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ હાજર રહે છે. એએસઆઇએ સખત શબ્દોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને રોકાવાની મનાઇ છે. આ કિલ્લામાં જે પણ સૂર્યાસ્ત બાદ ગયો છે તે ક્યારેય પણ પરત ફર્યો નથી. ઘણી વાર લોકોને આત્માઓએ પરેશાન કર્યા છે અને કેટલાક લોકોએ પોતાની જાન ગુમાવવાનો વારો આવ્યો છે.
કિલ્લા પર આત્માઓનો કબજો
આ કિલ્લામાં કત્લેઆમ કરવામાં આવેલા લોકોની આત્મા આજે પણ ભટકે છે. ઘણી વાર આ સમસ્યાથી લોકો રૂબરૂ થયા છે. એક વાર ભારત સરકારએ અર્ધસૈનિક દળોની એક ટૂકડી ત્યાં લગાવી હતી જેથી એ વાતનું સત્ય જાણી શકાય, પરંતુ તે પણ અસફળ રહ્યાં, ઘણા સૈનિકોએ આત્માઓ આ વિસ્તારમાં હોવાની પૃષ્ટિ કરી હતી. આ કિલ્લામાં આજે પણ જ્યારે તમે એકલા જશો તો તલવારોની ટનકાર અને લોકોની બૂમોને અનુભવી શકો છો. ઉપરાંત કિલ્લાની અંદરના રૂમોમાં મહિલાઓની રડવાનો અવાજ સાંભળવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
