પંજાબ: જમીન-જાયદાદના સરળ વિભાજન માટેં ભગવંત માને લોન્ચ કરી વેબસાઇટ
પંજાબમાં હવે પરિવારની જમીન મિલકતનું વિભાજન કરવાનું સરળ બનશે. હવે લોકો મહેસૂલ વિભાગમાં જમીન-મિલકતની વહેંચણીની નોંધણી કોઈપણ પ્રયાસ વિના કરી શકશે.મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહેસૂલ વિભાગની કામ
પંજાબમાં હવે પરિવારની જમીન મિલકતનું વિભાજન કરવાનું સરળ બનશે. હવે લોકો મહેસૂલ વિભાગમાં જમીન-મિલકતની વહેંચણીની નોંધણી કોઈપણ પ્રયાસ વિના કરી શકશે.મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહેસૂલ વિભાગની કામગીરીને ડિજીટલ કરીને મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે ફેમિલી પાર્ટીશન (જમીન-મિલકત વિભાજન) ફાઇલ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે વેબસાઇટ શરૂ કરી છે.

આ વેબસાઇટ કરી લોન્ચ
મુખ્યમંત્રીએ વેબસાઇટ https://eservices.punjab.gov.in લોન્ચ કરી છે. તેમણે આ પગલાને રાજ્યની જનતાની સુવિધા માટે ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આનાથી પરિવારની જમીન-મિલકતની નોંધણીની પ્રક્રિયા વધુ સરળ બનશે. તેમણે કહ્યું કે આ વેબસાઈટથી પરિવાર વિભાજન માટેની લોકોની અરજીઓ સરળતાથી એક ક્લિકમાં સબમિટ થઈ જશે.

હવે સહેલાઇથી પારિવારીક જમીન - જાયદાદનુ કરી શકાશે વિતરણ
ભગવંત માને જણાવ્યું હતું કે અરજીની રજૂઆત બાદ સંબંધિત સર્કલ રેવન્યુ ઓફિસર દ્વારા કાર્યવાહી કર્યા બાદ આ ઓનલાઈન અરજીઓ કાનુનગો ઈન્ચાર્જ અને ત્યારબાદ સંબંધિત તલાટીને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે રેવન્યુ રેકોર્ડ્સ સાથે મેમોરેન્ડમની તમામ હકીકતો ચકાસ્યા પછી તલાટી સંબંધિત પક્ષને રૂબરૂ હાજર રહેવા અને વિભાજનની નોંધ કરવા માટે બોલાવશે.

સરળ ખરીદી અને વેચાણ માટે થશે મદદરૂપ
મુખ્યમંત્રીએ કહ્યું કે નોંધણી કર્યા બાદ સંબંધિત તલાટી તેને ચકાસણી માટે કાનુનગો સમક્ષ રજૂ કરશે અને પછી અંતિમ આદેશો માટે સંબંધિત CRO (આસિસ્ટન્ટ કલેક્ટર ગ્રેડ-2) સમક્ષ રજૂ કરશે. ભગવંત માને કહ્યું કે વિગતોની ચકાસણી કર્યા બાદ દરેક અરજી માટે પોર્ટલ પર ઓર્ડર દાખલ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ નાગરિક કેન્દ્રિત પહેલ સીમાંકનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આનાથી પરસ્પર સંમતિથી વિવાદોનું સમાધાન શક્ય બનશે. ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયા જમીનની સરળ ખરીદી અને વેચાણ માટે મદદરૂપ થશે, ઉપરાંત પાકના નુકસાનનું વળતર મેળવવા અને જમાબંધીની નકલ સરળતાથી મેળવી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
