Suchana Seth: ડિવૉર્સ પછી કોર્ટનો આદેશ, પતિ પર ગુસ્સો, આ કારણે માએ પોતાના જ દીકરાની કરી હત્યા
Suchana Seth Son Murder News: 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ...' જનનીની આ જ આંગળીઓ જ્યારે દીકરાના ગળે વીંટળાઈને તેનો જીવ લઈ લે ત્યારે આવી મા માટે કેવા શબ્દો વાપરવા?
બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની માઇન્ડફુલ એઆઈ લેબની સ્થાપક અને સીઈઓ સૂચના સેઠ તેના 4 વર્ષના પુત્ર સાથે ગોવા આવી હતી. તેણે એવો જધન્ય અપરાધ કર્યો કે જે સાંભળીને કોઈનું પણ હૃદય ફાટી જાય. આરોપી મહિલાએ હોટલના રૂમમાં તેના પુત્રની હત્યા કરી, તેના મૃતદેહને બેગમાં પેક કર્યો અને પછી ટેક્સીમાં ગોવાથી બેંગલુરુ જવા રવાના થઈ ગઈ.

મહિલાએ પોતાના પુત્રની કમકમાટીભરી હત્યા કરવા પાછળની માનસિકતા હવે બહાર આવી છે. આરોપી માતા છૂટાછેડા બાદ તેના પતિથી અલગ રહેતી હતી અને કોર્ટના આદેશને બાદ પતિને તેના પુત્રને મળવા દેવાથી અટકાવવા તેણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.
બેંગલુરુમાં એક એઆઈ ફર્મની સીઈઓ સૂચના સેઠે પોતાના ચાર વર્ષના પુત્રની હત્યા પાછળ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 39 વર્ષીય સુચના સેઠે કથિત રીતે ગોવાની એક હોટલમાં તેના અલગ થઈ રહેલા પતિને મુલાકાતના અધિકાર હેઠળ તેમના પુત્રને મળવાથી રોકવા માટે શૈતાનીક અપરાધ કર્યો હતો.
માઈન્ડફુલ એઆઈ લેબની સીઈઓ સેઠની સોમવારે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ત્યારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે શનિવારે ઉત્તર ગોવાના કેન્ડોલિમની એક હોટલમાં તેની હત્યા કર્યા પછી તેના પુત્રના મૃતદેહને બેગમાં લઈ જઈ રહી હતી.
પ્રાથમિક તપાસ મુજબ સૂચના સેઠ અને તેના પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. તેના છૂટા થયેલા પતિને દર રવિવારે તેના પુત્રને મળવાની મંજૂરી આપતા કોર્ટના આદેશથી તે કથિત રીતે નારાજ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારણોસર તેણે કથિત રીતે તેના પુત્રની મુલાકાતના એક દિવસ પહેલા હત્યા કરવાની યોજના બનાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે હત્યા થઈ ત્યારે તેનો પતિ દેશમાં નહોતો. ઉત્તર ગોવાના પોલીસ અધિક્ષક નિધિન વાલ્સને જણાવ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ, અમારી પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાએ ખુલાસો કર્યો હતો કે તેના પતિ સાથે સંબંધો વણસેલા હતા, તેમના છૂટાછેડાની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. તે કોર્ટના આદેશથી પણ પરેશાન હતી."
સૂચના શેઠના પતિ વેંકટ રમણ એઆઈ ડેવલપર તરીકે કામ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, સૂચના સેઠના લગ્ન વર્ષ 2010માં થયા હતા. 2019માં તેણે એક પુત્રને જન્મ આપ્યો. 2020થી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. કોર્ટના આદેશ અનુસાર સૂચનાના પતિ દર રવિવારે પોતાના બાળકને મળી શકતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
