નવી કેબિનેટના શપથ પહેલા સચિન પાયલટે કહ્યું - હાઈકમાન્ડે ખામીઓ દૂર કરી

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની કેબિનેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે કેબિનેટમાં 12 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવનાર છે.

જયપુર : આજે (રવિવારે) રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની કેબિનેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે કેબિનેટમાં 12 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન પાયલટ કેમ્પના પાંચ ચહેરાઓને પણ કેબિનેટમાં શામેલ કરવામાં આવશે, જેને લઈને પાયલટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સચિન પાયલટ

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના રાજકારણમાં ત્યારે ભૂકંપ આવી ગયો, જ્યારે ગેહલોત કેબિનેટના તમામ 21 સભ્યોએ એકસાથે રાજીનામું આપી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આમાંથી ત્રણ કેબિનેટ મંત્રીઓ રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ગોવિંદ સિંહ દોતસરાનું રાજીનામું સ્વીકારી લીધું છે.

નવી કેબિનેટમાં 4 દલિત મંત્રીઓનો સમાવેશ થાય છે

સચિન પાયલટે કહ્યું, શનિવારના રોજ રાજસ્થાનના મંત્રીમંડળની પુનઃરચના કરવામાં આવી હતી. આજે રાજ્યના રાજ્યપાલ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મને ખુશી છે કે કોંગ્રેસ પાર્ટી, સોનિયા ગાંધી અને રાજ્ય સરકાર દ્વારા જે પણ ખામીઓ હતી તે પૂરી કરવામાં આવી છે. નવી કેબિનેટમાં 4 દલિત મંત્રીઓનો સમાવેશ થાય છે. આ એક સંદેશ છે કે, કોંગ્રેસ, રાજ્ય સરકાર અને પાર્ટી દલિતો, પછાત અને ગરીબો માટે પ્રતિનિધિત્વ ઈચ્છે છે. અમારી સરકારમાં લાંબા સમયથી દલિત પ્રતિનિધિત્વ ન હતું, હવે તેને વળતર આપવામાં આવ્યું છે અને તેમને સારી સંખ્યામાં શામેલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કામ કરી રહી છે

સચિન પાયલટે વધુમાં જણાવ્યું હતું કે, 'નવી કેબિનેટમાં 4 દલિત મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. અમારો પક્ષ ઈચ્છે છે કે દલિત, ઉપેક્ષિત, પછાત લોકોને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અમારી સરકારમાં લાંબા સમયથી દલિતોનું પ્રતિનિધિત્વ ન હતું, હવે તેની ભરપાઈ કરવી પડશે. આદિવાસીઓનું પ્રતિનિધિત્વ પણ વધ્યું હતું. કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કામ કરી રહી છે.

પાર્ટી મને જ્યાં પણ મોકલશે હું ત્યાં કામ કરીશ

ભાજપની ગેરરીતિઓને લોકોની સામે લાવવા માટે પાર્ટીના કાર્યકરોએ સાથે મળીને કામ કરવું પડશે. પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. નિર્ણયો (કેબિનેટ ફેરબદલના) એકસાથે લેવામાં આવે છે. હું દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યો, અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. છેલ્લા 20 વર્ષમાં પાર્ટી દ્વારા મને આપવામાં આવેલી તમામ જવાબદારીઓને મેં સમર્પણ સાથે નિભાવી છે. આવનારા સમયમાં પાર્ટી મને જ્યાં પણ મોકલશે હું ત્યાં કામ કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X