રાજસ્થાનમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારનો મોટો દાવ, 100 યુનિટ વિજળી મફત આપશે
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ચૂંટણી પહેલા મોટો દાવ ખેલ્યો છે. આ વર્ષના અંતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અશોક ગેહલોત સરકારે 100 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

કર્ણાટકમાં બીજેપીને ખરાબ રીતે હરાવ્યા બાદ હવે કોંગ્રેસે રાજસ્થાનમાં સત્તા બચાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસની સરકારે મોટો દાવ ખેલતા રાજ્યમાં 100 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે.
મફત વીજળીની જાહેરાત કરતા અશોક ગેહલોતે કહ્યું કે, મોંઘવારી રાહત શિબિરોનું નિરીક્ષણ કર્યા પછી અને લોકો સાથે વાત કર્યા પછી પ્રતિસાદ મળ્યા હતા કે વીજળીના બિલમાં સ્લેબ મુજબની મુક્તિમાં થોડો ફેરફાર થવો જોઈએ. મે મહિનામાં વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જ અંગે પણ જનતા પાસેથી પ્રતિસાદ મળ્યો હતો. જેના આધારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
https://gujarati.oneindia.com/news/india/before-the-elections-in-rajasthan-the-congress-government-announced-100-units-of-free-electricity-105330.htmlઅશોક ગેહલોતે કહ્યું કે, દર મહિને 100 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરનારાઓનું વીજળી બિલ શૂન્ય થઈ જશે. જે પરિવારો દર મહિને 100 યુનિટથી વધુ વપરાશ કરે છે તેમને પણ પ્રથમ 100 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવામાં આવશે, એટલે કે બિલ ગમે તેટલું આવે. પહેલા 100 યુનિટને કોઈ વીજળીનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
સીએમ ગેહલોતે આદળ કહ્યું કે, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને દર મહિને 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને પ્રથમ 100 યુનિટ મફત મળશે અને સાથે 200 યુનિટ સુધીના ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ માફ કરવામાં આવશે અને તેની ચુકવણી રાજ્ય સરકાર કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
