સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન
જો વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારા સમયમાં વાયુથી પણ વધુ વિનાશકારી તોફાન ભારતમાં આવી શકે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગાની 24 કલાકોની અંદર તોફાન અરબ સાગર પાસેના ભારતના દરિયાકિનારામાં ઘૂસી જશે. તોફાનના ભારતમાં પ્રવેશ કરતા જ 170થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની આશંકા છે. સાથે જ ભારે વરસાદ, જેના કારણે કિનારાના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ જો વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારા સમયમાં વાયુથી પણ વધુ વિનાશકારી તોફાન ભારતમાં આવી શકે છે. આના કારણે નિરંતર દૂષિત થઈ રહ્યુ છે પર્યાવરણ. ચાલો ચર્ચા કરીએ એ રિપોર્ટ્સની જે હાલમાં વર્ષાં રિલીઝ થયા. સાથે જ અમે એ પણ જણાવીશુ કે હવામાનમાં થઈ રહેલ આ ફેરફાર ભારત પર કેવી રીતે અસર કરશે.

પ્રદૂષણ કેવી રીતે બનાવે છે તોફાનનો વિનાશકારી
વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે તાપમાન બહુ વધુ હોય છે ત્યારે વાતાવરણમાં હાજર પાણી એટલે કે ભેજ વાદળોમાં વધુ માત્રામાં એકત્ર થાય છે. જેટલુ વધુ તાપમાન એટલુ વધુ પાણી. જ્યારે તોફાન આવે છે તો એ જ પાણી પૂર સ્વરૂપે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. વળી, સમુદ્રી સ્તર વધવાના કારણે કિનારાના વિસ્તારોમાં વધુ નુકશાનની શંકા પણ રહે છે. વાયુ પ્રદૂષણના ઘણા કારણો હોઈ શકે છે જેના કારણે અરબ સાગરમાં ઉઠતા તોફાન આવનારા સમયમાં વધુ ઘાતક થઈ શકે છે. કારણ એ છે કે વાયુ પ્રદૂષણ એ બળને ઘટાડી દે છે જે તોફાનને બનવાથી રોકે છે.

વધુ વિનાશકારી બની શકે
નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયારીક એડમિનિનસ્ટ્રેશનના વૈજ્ઞાનિક ડૉ. જેમ્સ કોસિન કહે છે કે અરબ સાગરની ઉપર વાયુ પ્રદૂષણના કારણે સમુદ્રની એ હવાઓ નબળી પડી રહી છે જે તોફાન બનવાથી રોકે છે. ખાસ કરીને ચોમાસાની પહેલા. અને તેની ઉપર જ્યારે તાપમાન વધુ હોય છે ત્યારે વધુ તીવ્રતાવાળા તોફાન બને છે. અરબ સાગરની વાત કરીએ તો ગયા ઘણા વર્ષોમાં આના પર ઉઠતા તોફાન નીરંતર તીવ્ર બની રહ્યા છે. આવનારા સમયમાં તે વધુ વિનાશકારી બની શકે છે. આવુ એટલા માટે કારણકે વધુ તાપમાન હોવા પર તોફાનની અંદર સ્થિતિજ ઉર્જા (પોટેંશિયલ એનર્જી) વધી જાય છે સાથે હવાની ગતિ પણ વધી જાય છે.

ભારતીય મહાસાગર પર તોફાન
વૈશ્વિક સ્તરે સમુદ્રી સ્તર લગભગ 19 સેમી સુધી વધી ગયુ છે. આના કારણે ઉત્તરી ભારતીય મહાસાગરમાં તોફાનની પુનરાવૃત્તિ વધવાની આશંકા છે. સમુદ્રની વચ્ચે નાની લહેરો પણ ભયાનક સ્વરૂપ લઈ શકે છે. વૈજ્ઞાનિકો આની પાછળ ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ગણાવ્યુ છે. જો કે આ વાતની પુષ્ટિ હજુ સુધી નથી થઈ કે અરબ સાગરમાં વાયુ જેવા તોફાન જલ્દી-જલ્દી આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
