કોરોનાના કહેર વચ્ચે આજે મુંબઈમાં ખુલશે સલૂન, આ દિશા-નિર્દશોનુ કરવુ પડશે પાલન
મહારાષ્ટ્રમાં પણ આજે સલૂન, પાર્લર અને સ્પા ખુલી રહ્યા છે. રાજ્ય સરકારે આની અનુમતિ અમુક દિશા-નિર્દેશો સાથે આપી દીધી છે.
કોરોના વાયરસના ફેલાતા સંક્રમણના રોકવા માટે આખા દેશમાં સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરવાનો આદેશ જારી છે. આ ક્રમમાં દેશભરમાં બધા પાર્લર અને સલૂન બંધ કરી દેવામાં આવ્યા હતા. આની પાછળનુ મુખ્ય કારણ હતુ લોકો એકબીજાના સંપર્કમાં ન આવે પરંતુ હવે અનલૉકના દોરમાં ક્યાંક-ક્યાંક સલૂન અને સ્પા ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ કડક નિયમ અને કાયદાની સીમામાં. આ કડીમાં મહારાષ્ટ્રમાં પણ આજે સલૂન, પાર્લર અને સ્પા ખુલી રહ્યા છે. રાજ્ય સરકારે આની અનુમતિ અમુક દિશા-નિર્દેશો સાથે આપી દીધી છે.

આ છે દિશા નિર્દેશ
- સલૂનની અંદર પ્રવેશ કરતા પહેલા સેનિટાઈઝ કરવામાં આવશે.
- ગ્રાહકે સોશિયલ ડિસ્ટંસીંગ જાળવીને ટેમ્પરેચર ચેક કર્યા બાદ સીટ પર બેસાડવામાં આવશે.
- પહેલા જ્યાં 6 સીટો હતી ત્યાં હવે 3 સીટોને હટાવી દેવામાં આવી છે.
- માત્ર 3 સીટો પર ગ્રાહકોને સેવા આપવામાં આવશે.
- જે એમ્પ્લોય સર્વિસ આપશે તે ઉપરથી નીચ સુધી ખુદને સુરક્ષાની વ્યવસ્થાથી ઢાંકેલો રાખશે.
- સાથે જ ગ્રાહક માટે સેવા આપતી વખતે જે કિટનો ઉપયોગ કરવામાં આવશે તેમાં ટૉવલ, નેપકિન વગેરેને એક વાર સેવા આપ્યા બાદ ફેંકી દેવામાં આવશે. તેનો ફરીથી ઉપયોગ નહિ કરવામાં આવે.
- દરેક ગ્રાહક માટે અલગ કિટ બનાવવામાં આવી છે. જ્યારે ગ્રાહક જાય પછી ફરીથી સીટને સાફ કરવામાં આવશે.
|
સલૂન ખોલવાના સમાચારથી જિમ માલિકોને રાહત
સલૂન ખોલવાના સમાચાર સાંભળીને જિમ માલિકોને પણ થોડી આશા જાગી છે કે કદાચ તેમને પણ પોતાનો રોજગાર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. કોરોનાના કહેરથી રોજી રોજગાર પર ઘણી અસર થઈ છે અને સ્થિતિ ક્યાં સુધી સાાન્ય થશે તે હાલમાં સવાલ છે.

શું છે મહારાષ્ટ્રમાં કોરોના અપડેટ
મહરાષ્ટ્રમાં કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડ 5318 નવા કેસ સામે આવા સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,59,133 થઈ ગઈ છે. જ્યારે મોતના 167 નવા કેસ સામે આવવા સાથે રાજ્યમાં મહામારીથી જીવ ગુમાવનારનો આંકડો વધીને 7,273 થઈ ગયો. મહારાષ્ટ્રના એક આરોગ્ય અધિકારીએ કહ્યુ કે એક દિવસમાં સર્વાધિક કેસ આ પહેલા શુક્રવારે સામે આવ્યા હતા જ્યારે 5024 સક્રમિત દર્દીઓ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 4430 લોકોના સ્વસથ થયા બાદ રજા આપી દેવામાં આવી જેનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા 84,245 થઈ ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
