હવે બંસલે આ પ્રશ્નોના જવાબ આપાવ તૈયાર રહેવું પડશે

બંસલના ભાણિયા વિજય સિંગલા અને સંદીપ ગોયલે રેલવેના જુદા જુદા વિભાગોમાં ટોપ 8 પદો પર પોસ્ટિંગ માટે સેટિંગ કર્યું હતું. તેમાં પંજાબના કપૂરથલામાં રેલવે કોચ ફેક્ટરી અને ચિતરંજન લોકોમોટિવ વર્ક્સમાં થયેલી પોસ્ટિંગ પણ સામેલ છે. એ બાબતના પુરાવા પણ મળી રહ્યા છે કે સિંગલા રેલવે મંત્રીના નિવાસની સાથે રેલવે ભવન સ્થિત તેમના કાર્યાલયમાંથી પણ લાંચની લેણ દેણ કરવામાં આવી હતી.
સીબીઆઇની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સિંગલા અને ગોયલે જ કપૂરથલા રેલવે કોચ ફેક્ટરીમાં નરોત્તમ દાસને ચીફ ઇલેક્ટ્રિકલ ઓફિસર બનાવવામાં આવ્યા હતા. નોર્થન - વેસ્ટર્ન રેલવેમાં ચીફ ઇલેક્ટ્રિકલ એન્જીનીયરિંગ એન્જિનીયર રહેલા દાસની બદલી 17 ડિસેમ્બર, 2012ના રોજ કોચ ફેક્ટરીમાં થઇ હતી.
સૂત્રોનું કહેવું છે કે સિંગલા અને દાસની વચ્ચે 4 ડિસેમ્બરના રોજ ફોન પર 16 વાર વાતચીત થઇ હતી. ત્યાર બાદ પવન બંસલના પ્રાઇવેટ સેક્રેટરી રાહુલ ભંડારી અને દાસની વચ્ચે 11 ડિસેમ્બરે 4 વાર વાત થઇ હતી. ચિતરંજન લોકો વર્ક્સમાં મટીરિયલ મેનેજમેન્ટ ફંક્શનના હેડ તરીકે દયાલ આર્યાની નિયુક્તિ પણ સીબીઆઇની તપાસના ઘેરમાં છે.
સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઇ સીઆરપીસીના સેક્શન 160ની અંતર્ગત બંસલને જલ્દી જ પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. તેમની પાસે સિંગલા, ગોયલ અને પ્રમોશન માટે લાંચ આપનારા રેલવે બોર્ડમાં સભ્ય મહેશ કુમારના સંબંધો અંગે પૂછપરછ થશે. સીબીઆઇનું માનવું છે કે સિંગલાને આપવામાં આવેલી 90 લાખ રૂપિયાની વ્યવસ્થા મહેશકુમારની પત્નીને રેડ અંગે પહેલાથી માહિતી કોણે આપી હતી.
આ ઉપરાંત 2 મેના રોજ રેડ કરતા પહેલા મહેશ કુમારની પત્નીએ જ્વેલરી અને અન્ય કિંમતી સામાન રેલ્વે પ્રોટેક્શન ફોર્સના એક ઓફિસરના ઘરે મોકલી આપ્યો હતો. સીબીઆઇએ આ મામલે પોતાના કેટલાક અધિકારીઓને સ્પષ્ટતા કરવા માટે નોટિસ મોકલાવી છે.
તપાસ એજન્સીએ પાછલા બે મહિનામાં મહેશકુમાર, સિંગલા, મંજૂનાથ અને સંદીય ગોયલ સહિત આઠ આરોપીઓના અંદાજે 1000 ફોન કોલ રેકોર્ડ કર્યા છે. તેમાંથી એક પણ કોલ સિંગલા અને બંસલ વચ્ચે નથી. જો કે તેમાંથી 500 ફોન કોલ્સ અત્યંત મહત્વના હોવાનું માનવામાં આવે છે. તેમાંથી અનેક પોન કોલ્સ બંસલના સરકારી મકાન પર કરવામાં આવ્યા હતા. સિંગલાના મોબાઇલની લોકેશન્સમાં એ સ્પષ્ટ થાય છે કે અનેકવાર અન્ય આરોપીઓ સાથે વાત કરતા સમયે તે બંસલના ઘરે કે ઓફિસે હાજર રહેતો હતો. બંસલે આ અંગે પણ સીબીઆઇના પ્રશ્નોનો જવાબ આપવો પડશે.
હવે એ પણ જાહેર થઇ ગયું છે કે મહેશ કુમારે મુંબઇમાં એક ફંક્શનમાં પવન બંસલ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન બે અન્ય લોકો પણ હતા. બંનેની મુલાકાતના 15 દિવસ બાદ જ મહેશ કુમાર રેલવે બોર્ડમાં મેમ્બર સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે કે મહેશ કુમારને મેમ્બર ઇલેક્ટ્રિકલ બનાવવાની ડીલ 15 એપ્રિલે ફાઇનલ કરવામાં આવી હતી. તે દિવસે સિંગલાએ દિલ્હીમાં બંસલના સરકારી આવાસ પરથી ઓછામાં ઓછી પાંચ વાર મહેશ કુમાર સાથે વાત ચીત કરી હતી.
ત્યાર બાદ તેના બીજા દિવસે જ બંસલ મુંબઇ ગયા હતા. સીબીઆઇ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે બોર્ડમાં મેમ્બર સ્ટાફ સંબંધિત મહેશ કુમારની ફાઇલ 16 એપ્રિલે બંસલ સાથે સીધી વાત થયા બાત જ આગળ વધી હતી. પશ્ચિમ રેલવેના જીએમ તરીકે મહેશ કુમારે આ દિવસે બંસલને હેલિકોપ્ટરમાં મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભ્રમણ કરાવ્યું હતું. તેના આગલા જ દિવસે મહેશ કુમારના પ્રમોશનની ફાઇલો આગળ વધી ગઇ હતી. 17 એપ્રિલે મહેશ કુમારે બંસલ સાથે બે વાર મુલાકાત યોજી હતી.
સીબીઆઇના એક સિનિયર ઓફિસરના જણાવ્યા અનુસાર રેલવે લાંચ કૌભાંડમાં સિંગલાની સાથે સ્વયં બંસલ પણ બરાબરના ભાગીદાર છે. તેમના નિર્દેશ પર સિંગલા, મહેશ કુમાર અને મંજૂનાથ સાથે લાંચની વાત કરી રહ્યો હતો. બંસલના ફોન રેકોર્ડ નહીં હોવાના સવાલ પર આ તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે સિંગલા સ્વયં બંસલ સાથે હાજર હતો તો ફોન કરવાની જરૂર શું હતી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
