નોટબંધી, જીએસટી અને કૃષિ કાયદા અર્થતંત્રને નબળુ પાડવા બનાવાયા-રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે પહેલા નોટબંધી, પછી જીએસટી અને હવે કૃષિ કાયદા લાવીને ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કાયદાઓ અર્થતંત્રના અનૌપચારિક ક્ષેત્રને નબળા બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને સરકારે તે આયોજન પુર્વક કર્યુ છે. જેની અસર એ થઈ છે કે દેશ યુવાનોને રોજગારી આપવા સક્ષમ નથી. કોંગ્રેસના નેતાએ કેરળના તિરુવંબડીમાં એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.

નવા કૃષિ કાયદાઓ અને દેશભરમાં ખેડૂતોના વિરોધ અંગે રાહુલે કહ્યું કે,ખેતી આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાનો ભાગ છે. તેમાં નવી વસ્તુઓ આવવી જોઈએ પરંતુ તે કરવાની એક રીત છે. ખેડૂતોની પેદાશો ખરીદવાની એક વ્યવસ્થા છે અને તે સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે, જેને સુધારવી જોઈએ પરંતુ સરકાર તેનો નાશ કરી રહી છે. સરકાર મંડીઓનો નાશ કરી રહી છે. જેની સીધી અસર માત્ર ખેડૂતો પર જ નહીં પરંતુ દેશના મધ્યમ વર્ગ પર અને દેશની સામાજિક અને આર્થિક સ્થિરતા પર પડશે. કૃષિ કાયદાઓ સામે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. હું તેના પ્રદર્શનને સંપૂર્ણપણે સમજું છું. આ કૃષિ કાયદા ભારતીય કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુને તોડશે. આપણું કૃષિ ક્ષેત્ર ખેડૂતોને બદલે 2-3 મોટા ઉદ્યોગપતિઓના હાથમાં જશે.
કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી સોમવારે રાજ્યના ત્રણ દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા છે. અહીંથી તે ઘણી યોજનાઓ શરૂ કરી રહ્યા છે. સોમવારે રાહુલે વાયનાડની મનંતવાડીમાં ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. રાહુલ ગાંધીએ અહીં કહ્યું કે મહાત્મા ગાંધીની સૌથી શક્તિશાળી બાબત એ હતી કે તેમણે જે પણ કહ્યું તે તેમણે અમલમાં મૂક્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
