બસપા, સપા, ભાજપ અને કોંગ્રેસમાંથી કોનું થશે બાંદા?
બાંદા, 14 માર્ચઃ આગામી મહિનાની 7 તારીખથી લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ જશે. બધાની નજર યુપી અને બિહારની બેઠકો પર હશે. કારણ કે, એવું કહેવામાં આવે છે કે, પીએમની ખુરશી અને દિલ્હીની સત્તાનો રસ્તો યુપી અને બિહાર થઇને જાય છે. તેથી ભાજપે હજુ સુધી યુપીના પત્તા ખોલ્યા નથી. સૌથી મોટી લોકસભા બેઠકોવાળો પ્રદેશ યુપીની બાંદા બેઠક પણ ચાર દળો એટલે કે બસપા, સપા, ભાજપા અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય બનેલું છે. તેથી ખાસ કરીને બાંદા બેઠક પર જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે.
તમને જણાવી દઇએ કે જ્યાં બસપાએ સપાના સાંસદ રહેલા આર કે સિંહ પટેલ પર દાવ લગાવ્યો છે, ત્યાં સપાએ પોતાના મિર્ઝાપુર સાસંદ બાલકુમાર પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે બાંદ સદરના ધારાસભ્ય વિવેક સિંહને ટિકિટ આપી છે, તો ભાજપે હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. ઉત્તર પ્રદેશની બાંદા લોકસભા બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે ભલે મહત્વપૂર્ણ ના હોય પરંતુ બસપા અને સપા માટે ઘણી જ મહત્વપૂર્ણ બની ગઇ છે. એક તો બુંદેલખંડ બસપાના ઉદયકાળથી તેનો મજબૂત ગઢ રહ્યો છે અને માયાવતીની દરેક સરકારમાં ઓછામાં ઓછા ચાર કેબિનેટ મંત્રી અને એક ડઝનથી વધુ રાજ્યમંત્રીના હોદ્દેદાર રહ્યાં છે.
બીજી વાત એ છે કે ગત ચૂંટણીમાં સપાની ટીકીટ પર ચૂંટાયેલા સાંસદ આર કે સિંહ પટેલને આ વખતે બસપાએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પોતાના સાંસદને ખેંચી લેવામાં આવતા સપા આકરાપાણીએ છે અને કોઇપણ ભોગે પટેલને પછાડવા માગે છે. તેથી સપાએ મિર્ઝાપુરથી પોતાના સાંસદ બાલકુમાર પટેલને અહીથી મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ
કોંગ્રેસે બાંદા સદરના ધારાસભ્ય વિવેક સિંહને ટીકીટ આપી છે અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ ડો. રામચંદ્ર સરસ(યાદવ)ને ટીકીટ આપી છે.

ભાજપ
ભાજપે હજું પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતુ એવા કયાસ લગાવવામા આવી રહ્યાં છે કે ભાજપના પૂર્વ સાસંદ રમેશચંદ્ર દ્વિવેદી અને એક બાહરી ભાજપ નેતા વચ્ચે નિર્ણય લેવામાં આવી શકે છે.

ભાકપા
વાત ભાકપાની કરીએ તો ક્યારેક બુંદેલખંડ તેનો ગઢ હતું, પરંતુ બસપાની જય ભીમની ઝપેટમાં આવી લાલ સલામનો અવાજ દબાઇ ગયો. દલિત અને કામગા વર્ગ ભાકપા સાથે જોડાયેલા હતા પરંતુ 980ના દશકામાં આ વર્ગ બસપા સાથે જોડાઇ ગયો.

સપા
વૃદ્ધ રાજકીય વિશ્લેષક રણવીર સિંહ ચૌહાણ કહે છે કે ભાકપાનો જનધાર દૂર જરૂર થયો છે પરંતુ ઉમેદવાર યાદવ સમુદાયના છે, તેથી સપાના યાદવ મતો કપાઇ શકે છે. જો કે સપાના બબેરુ ધારાસભ્ય વિશ્વંભર સિંહ યાદવ કહે છે કે આર કે પટેલે સપા સાથે દગો કર્યો છે, તેથી દરેક મતોને વિખેરાતા અટકાવવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

બસપા
ઉત્તર પ્રદેશ બસપા ધારાસભ્ય દળના ઉપનેતા અને નરૈનીના ધારાસભ્ય ગયાચરણ દિનકરે દાવો કર્યો છે કે આ બેઠક બસપાના ખાતામાં જ આવશે. તેમનો તર્ક છે કે પટેલ જૂના બસપાઇ છે અને સપા ઉમેદવાર કરતા તેની છબી સારી છે.

કોંગ્રેસ
કોંગ્રેસના બાંદા જિલાધ્યાક્ષ રાજેશ દીક્ષિત કહે છે કે કોંગ્રેસ ઉમેદવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ફાયદો મળશે. તેઓ કહે છે કે ઉમેદવારની છબીથી પ્રભાવિત થઇને વિધાનસભા ચૂંટણીની ભાંતિ લધુમતિ વર્ગ એકતરફી સમર્થન કરશે.

ભાજપ
ભાજપે હજુ પણ પોતાનો ઉમેદવાર તો જાહેર કર્યો નથી, પરંતુ બાંદા જિલાધ્યક્ષ બાલમુકંદ શુક્લ કહે છે કે, આખા દેશમાં મોદીન લહેર છે, તેવામાં બાંદા બેઠક ભાજપની ઝોળીમાં જ હશે. કુલ મળીને બાંદા બેઠક પર બસપા, સપા, ભાજપા અને કોંગ્રેસની વચ્ચે ચતુષ્કોણીય સ્પર્ધા રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
