Balasore Train Accident: અડધી રાતે મોટી સંખ્યામાં રક્તદાન, મેડીકલ ઈમરજન્સીમાં માનવતા, Video
Odisha Train Accident પછી બાલાસોરમાં ચારે તરફ ચીસાચીસ અને અફડાતફડીનો માહોલ છે. પહેલા કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે પાટા પરથી ખડી પડી હતી, ત્યારબાદ એક એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી પાટા પરથી ઉતરેલી બોગીઓ સાથે અથડાઈ હતી.
રાજ્ય પ્રશાસન, રેલવે અને એનડીઆરએફ ત્રણ ટ્રેનોની ટક્કરથી સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ પીડિતોને રાહત પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બચાવ કાર્ય વચ્ચે બાલાસોરમાં સ્થાનિક લોકોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ માનવતાનું ઉદાહરણ પણ જોવા મળ્યું. એક તરફ જ્યાં વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ રીતે મદદ કરી રહ્યું છે, તો બીજી તરફ મોડીરાત્રે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્થાનિક જનતા બ્લડ બેંકમાં રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો દેબાસૂર્ય નાયક (@DebasuryaNayak) નામના યુઝરે શેર કર્યો છે. વીડિયો રક્તદાન માટે લાંબી લાઇન અને પૃષ્ઠભૂમિમાં હૉસ્પિટલ અને એમ્બ્યુલન્સની પુષ્ટિ કરે છે. વિઝ્યુઅલની કોઈપણ ફ્રેમમાંથી કોઈ અધિકૃત સ્થાનની માહિતી નથી.
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પીડિતો માટે રક્તદાનના વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા હતા. વીડિયો રિપોર્ટ અનુસાર ભદ્રક જિલ્લા મુખ્યાલય હૉસ્પિટલમાં ઘાયલોની સારવાર માટે રાત્રે જ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યુ હતું.
અકસ્માતની ગંભીરતાને સમજીને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ બાલાસોરની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ અધિકારીઓ અને રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે અને તરત જ ઘટનાસ્થળે રવાના થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રેલ્વેના સત્તાવાર નિવેદન મુજબ, અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગે થયો હતો. આના થોડા સમય પછી, વધુ બે ટ્રેનો - એક પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી અને લગભગ ડઝન બોગીઓ સાથે અથડાઈ હતી.
It's mid night and my Balasore people are out to Donate Blood #TrainAccident #balasore #coromodalexpress #bahanaga pic.twitter.com/W3BW71ySUy
— debasurya nayak (@DebasuryaNayak) June 2, 2023
નોંધ- સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ વીડિયોને વન ઈન્ડિયા ગુજરાતી સમર્થન આપતું નથી. જો કે, દુર્ઘટના અને અકસ્માત વચ્ચે, દ્રશ્ય ચોક્કસપણે હકારાત્મક વિચાર દર્શાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
