Balasore Train Accident: 275 મૃતકોમાંથી હજુ સુધી નથી થઈ શકી 101 મૃતદેહોની ઓળખ
Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં મૃતકોના 101 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
આ મૃતદેહો હજુ પણ અજાણ્યા લોકોની યાદીમાં છે. ઇસ્ટર્ન સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ મેનેજર રિનિકેશ રૉયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો ઓડિશાની વિવિધ હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

રૉયે કહ્યું કે આ અકસ્માતમાં લગભગ 1100 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 900 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 278 લોકોમાંથી 101 લોકોના મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
ઓડિશામાં એક ભયાનક રેલ દુર્ઘટનામાં બે પેસેન્જર ટ્રેન અને એક ગુડ્સ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી. ભુવનેશ્વર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલાંગેએ જણાવ્યું કે ભુવનેશ્વરમાં 193 મૃતદેહો રાખવામાં આવ્યા છે, જ્યારે 80 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
55 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. BMCમાં 200થી વધુ લોકોએ ફોન કર્યો છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેને તેમના સંબંધીઓને સોંપવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનના ડબ્બા બીજા પાટા પર આવી ગયા હતા અને સામેથી આવતી હાવડા એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બાદ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
