વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક પર શું બોલ્યા રાહુલ ગાંધી, કેજરીવાલ, ઉમર અબ્દુલ્લા
પાકિસ્તાન સામે ભારતીય વાયુસેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક 2 બાદ વિવિદ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.
પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ હવે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાના વિમાનોને નિયંત્રણ રેખા પાર કરીને પીઓકેમાં આતંકી છાવણીઓ પર 1000 કિલો બોમ્બ ફેંક્યા અને આતંક સામે મોટી કાર્યવાહી કરી છે. પુલવામા આતંકી હુમલાના 12 દિવસ બાદ ભારતીય વાયુસેનાએ પાક સામે મોટુ પગલુ ઉઠાવ્યુ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ આજે સવારે વાયુસેનાના મિરાજ વિમાનોએ પાક અધિકૃત કાશ્મીરના બાલાકોટ અને ચકોટીમાં જબરદસ્ત બોમ્બ ફેંકી આતંકીઓની છાવણીએ નષ્ટ કરી દીધી. મનવામાં આવી રહ્યુ છે કે આ બોમ્બ હુમલામાં 200થી 300 આતંકી માર્યા ગયા છે.
|
રાહુલ ગાંધી
આ સર્જિકલ સ્ટ્રાઈક બાદ વિમાન ભારતીય સીમામાં સુરક્ષિત પાછા આવી ગયા. આ સર્જિકલ સ્ટ્રાઈક 2માં ભારતીય લડાકુ વિમાનોએ 21 મિનિટ સુધી પીઓકેમાં આતંકીઓના કેમ્પો પર બોમ્બ ફેંક્યા. આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાને સેલ્યુટ કર્યુ અને લખ્યુ, I salute the pilots of the IAF. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઈક કરીને પુલવામામાં માર્યા ગયેલા શહીદ જવાનોની કુરબાનીનો બદલો લઈ લીધો.
|
અરવિંદ કેજરીવાલ
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભારતીય વાયુસેનાના પાયલટ્સને સેલ્યુટ કર્યુ છે. તેમણે આ સમાચાર આવ્યા બાદ ટ્વિટ કરીને ભારતીય વાયુસેનાના પાયલટ્સને તેમની બહાદૂરી માટે સેલ્યુટ કર્યુ છે. એએનઆઈ અનુસાર બાલાકોટમાં આતંકી છાવણીઓને એરફોર્સના ફાઈટર જેટ્સે સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે.
|
ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યુ, વાહ, જો આ સાચુ છે તો કોઈ પણ પ્રકારની કલ્પનાથી પરે છે. પરંતુ અમે અધિકૃત નિવેદનની રાહ જોઈ રહ્યા છે. આગળ શું થવુ જોઈએ. બીજા ટ્વીટમાં તેમણે કહ્યુ, હવે સમસ્યા પીએમ ઈમરાન ખાનની પોતાના પાકિસ્તાન પ્રત્યે એ પ્રતિબદ્ધતા છે જેમાં તેમણે કહ્યુ હતુ - પાકિસ્તાન જવાબ આપવા વિશે નહિ વિચારે પરંતુ જવાબ આપશે. તેમણે કહ્યુ, છેવટે પ્રતિક્રિયા શું આકાર લેશે અને તે શું હશે? શું ભારતને પાકિસ્તાનને આકરો જવાબ આપવાનો રહેશે.
|
સફળ મિશન
આ તરફ કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ પણ ટ્વીટ કરીને ભારત તરફથી આતંકી કેમ્પો પર કરાયેલ હુમલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યુ - બાલાકોટ કે જે એલઓસીથી ઘણુ દૂર છે, ત્યાં મોટી સ્ટ્રાઈક છે... જ્યાં હાફિજ સઈદની ઘણી છાવણીઓ છે. જો ભારતીય વાયુસેનાએ કોઈ જાનહાનિ વિના પ્રવેશ કર્યો હોય તો આ ખૂબ સફળ મિશન છે.












Click it and Unblock the Notifications
