બાળ ઠાકરે સહેલાયથી નિશાનો બની જાતઃ હેડલી

લેખક અને પત્રકાર હુસૈન જૈદીએ પોતાના ટૂંકસમયમાં આવનારા પુસ્તક 'હેડલી એન્ડ આઇ'માં ખુલાસો કર્યો છે કે કેવી રીતે લશ્કર એ તૈયબાના સભ્યઓ જિમ કોન્ટ્રાક્ટર અને શિવસેના કાર્યકર્તા વિલાસની મદદથી ઉપનગરીય ક્ષેત્ર બાંદ્રા સ્થિત ઠાકરે નિવાસની મુલાકાત લીધી હતી. લેખકે ફિલ્મકાર મહેશ ભટ્ટના પુત્ર રાહુલ અને હેડલીની અસામાન્ય મિત્રતાનો ઉલ્લેખ પણ કર્યો છે, જ્યારે હેડલી મુંબઇમાં હતો.
પાકિસ્તાની મૂળના અમેરિકી હેડલી અવારનવાર દક્ષિણ મુંબઇમાં એક જીમમાં જતો હતો જ્યાં રાહુલ ભટ્ટ અને વિલાસ કામ કરતા હતા. તેણે બન્ને સાથે મિત્રતા કરી લીધી હતી. જૈદીએ લખ્યું છેકે હેડલીએ જણાવ્યા પ્રમાણે માતોશ્રીની સુરક્ષામાં ઘણી ખામીઓ હતી. જૈદીએ કહ્યું કે આ પુસ્તક એક અઠવાડિયામાં રજુ થવાની છે. આ પુસ્તકમાં શિકાગોમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ) દ્વારા દાખલ હૈડલીના નિવેદનોને પણ જણાવવામાં આવ્યા છે. જૈદીએ જણાવ્યા પ્રમાણે પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે હેડલી એકવાર માતોશ્રી ગયો હતો અને પોતાને પ્રશંસક ગણાવી 15 મિનિટ સુધી ફોટોગ્રાફી પણ કરી હતી.
માતોશ્રીની યાત્રા બાદ હેડલીએ રાહુલને કહ્યું હતુ કે ઠાકરેને 'સહેલાયથી નિશાન બનાવી શકાય છે'. પુસ્તક અનુસાર હેડલીએ કહ્યું કે સાહસી લોકો સુરક્ષા તોડીને ઠાકરે સુધી પહોંચી શકે છે. હેડલીએ કહ્યું કે તેને એ વાત સમજાઇ નહોતી કે જે પોલસી કર્મીને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી તે ગૌરવ કેમ અનુભવી રહ્યો હતો. જૈદીએ કહ્યું કે હેડલી દ્વારા વીડિયો થકી શિવસેના મુખ્યાલય જવાનો ઉલ્લેખ કર્યો છે. હેડલીએ ત્યાં શિવસેનાના જનસંપર્ક અધિકારી રાજારામ રેગે સાથે મુલાકાત કરી હતી અને મિત્રતા કરી હતી.
વિલાસ તથા ભટ્ટ સાથે હેડલી પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પણ ગયો હતો અને પાકિસ્તાન સ્થિત પોતાના આકાઓને નિર્દેશ પર તેણે ત્યાંથી લાલ મૌલી ખરીદી હતી. પુસ્તક અનુસાર મુંબઇ આતંકી હુમલાઓ દરમિયાન અજમલ કસાબના કાંડા પર પણ મૌલી બંધાયેલી જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
