બબીતા ફોગાટની રેસલર બહેન રિતિકાએ કેમ કરી આત્મહત્યા, પોલિસે તપાસ બાદ આપી માહિતી
હરિયાણા પોલિસે ગુરુવારે(18 માર્ચ) રિતિકા ફોગાટ આત્મહત્યા કેસમાં પ્રારંભિક તપાસ બાદ પોતાનુ નિવેદન આપ્યુ છે.
નવી દિલ્લીઃ ભારતની રેસલર બહેન ગીતા ફોગાટ અને બબીતા ફોગાટની એક પિતરાઈ બહેન રિતિકા ફોગાટના મોતના સમાચાર થોડા દિવસો પહેલા આવ્યા હતા. 17 વર્ષની રિતિકા પણ રેસલર(પહેલવાન) છે. હરિયાણા પોલિસે ગુરુવારે(18 માર્ચ) આ કેસમાં પ્રારંભિક તપાસ બાદ પોતાનુ નિવેદન આપ્યુ છે. હરિયાણા પોલિસે કહ્યુ છે કે બબીતા ફોગાટની રેસલર બહેન રિતિકાએ સોમવારે(15 માર્ચ)રાતે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પાછળનુ કારણ પોલિસે કહ્યુ કે રેસલિંગ ટૂર્નામેન્ટમાં ખૂબ ઓછા અંતરથી હારવાના કારણે રિતિકા ફોગાટ દુઃખી હતી અને ડિપ્રેશનમાં હતી. આના કારણે તેણે આત્મહત્યા કરી. જો કે પોલિસે આ બધુ પ્રારંભિક તપાસ તરીકે કહ્યુ છે. પોલિસ મામલાની સત્યતાની તપાસ કરી રહી છે. રિતિકા પોતાના અંકલ મહાવાહી સિંહ ફોગાટના ઘરે મૃત મળી આવી હતી.

પોલિસે જણાવ્યુ છેવટે રિતિકા ફોગાટે કેમ કરી આત્મહત્યા
ચરખી દાદરીના એસપી રામ સિંહ બિશ્નોઈએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને કહ્યુ, 'બબીતા ફોગાટની કઝિન અને રેસલર રિતિકા ફોગાટનુ કથિત રીતે આત્મહત્યા કરવાના કારણ 17 માર્ચ 2021ની રાતે મોત થઈ ગયુ હતુ. આની પાછળ રાજસ્થાનમાં થયેલ એક ટૂર્નામેન્ટમાં તેની હાર જવાબદાર હોઈ શકે છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છે.' રેસલર રિતિકા ફોગાટે 12 માર્ચથી 14 માર્ચ 2021ની વચ્ચે રાજસ્થાનના ભરતપુરમાં થયેલ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં રિતિકા માત્ર એક પોઈન્ટથી હારી ગઈ હતી. પોલિસને શંકા છે કે આનાકારણે તે ડિપ્રેશનમાં હતી. જ્યારે રિતિકાની આ ટૂર્નામેન્ટ થઈ રહી હતી ત્યારે તેના પિતા અને કાકા મહાવાહી ફોગાટ બંને ટૂર્નામેન્ટમાં હાજર હતા.

રિતિકા ફોગાટે બબીતાના પિતા પહેલવાન મહાવીર સિંહ ફોગાટ પાસેથી લીધી હતી ટ્રેનિંગ
રિતિકા ફોગાટે બબીતા અને ગીતાના પિતા અને પહેલવાન મહાવીર સિંહ ફોગાટ પાસેથી રેસલિંગની ટ્રેનિંગ લીધી હતી. મહાવીર સિંહ ફોગાટ ખુદ દ્રોણાચાર્ય અવૉર્ડ વિનર રેસલર છે. મહાવીર સિંહ ફોગાટે ખુદ જ પોતાની દીકરી ગીતા અને બબીતાને ટ્રેનિંગ આપી હતી. તેમના પરિવાર ઉપર 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલ પણ આવી ચૂકી હતી. મહાવીર ફોગાટ સ્પોર્ટસ એકેડમી ચલાવે છે. વળી, તેમની પાસેથી રિતિકા ટ્રેનિંગ લેતી હતી.

ગીતા ફોગાટે ટ્વિટ કરીને કહી આ વાત
ગીતા ફોગાટે ટ્વિટ કરીને કહ્યુ રકે તેમનો આખો પરિવાર શોકમાં છે. તેણે કહ્યુ, 'રિતિકા, મારી નાની બહેન, મારી પિતરાઈ બહેન, હવે ક્યાંક શાંતિમાં આરામ કરી રહી હશે. આ મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ સમય છે. રિતિકા એક ખૂબ જ સક્ષમ પહેલવાન હતી...ખબર નહિ તેણે આવુ કેમ કર્યુ. જીવનમાં જીતવુ અને હારવુ રમતનો એક ભાગ છે. કોઈએ પણ આટલુ કઠોર પગલુ ન લેવુ જોઈએ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
