88 કેસ દાખલ થતાં ગુસ્સે થયા આઝમ ખાન, બોલ્યા- હું ચોર, મારી પત્ની-દીકરો અને બહેન ડાકૂ...
88 કેસ દાખલ થતાં ગુસ્સે થયા આઝમ ખાન, બોલ્યા- હું ચોર, મારી પત્ની-દીકરો અને બહેન ડાકૂ...
રામપુરઃ કાનૂની મુદ્દામાં ફસાયેલ સપા નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાને અજીતપુર ક્ષેત્રમાં એ ચૂંટણી જનસભાને સંબોધી. આ દરમિયાન આઝમ ખાને ભાજપ સરકાર પર તીખો હુમલો બોલ્યો. સાથે જ પોતાના પર નોંધાયેલ કેસમાં ખુદને નિર્દોષ ગણાવ્યા. ચોર કહેવામાં આવતાં આઝમ ખાને કહ્યું, "હા હું બકરી ચોર છું, મરઘી ચોર છું, ભેંસ ચોર છું..હું ચોર, મારી પત્ની, દીકરો અને બહેન ડાકૂ. મારી મૃતક મા ગુનેગાર. આ છે ન્યાય? અમે તમારો સોદો ન કરી શક્યા એટલે અમારી સાથે આવું થયું."

મેં પૂરા અઢી સો કરોડ લગાવ્યા
આ ઉપરાંત આઝમે યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. યોગીના પ્રવાસ પર પ્રહાર કરતા આઝમ ખાન બોલ્યા- "અજીતપુરના લોકો, હું તમારી પાસે હિન્દુની કે ઉત્તર પ્રદેશની વાત નથી કરી રહ્યો. આવો અજીતપુરની વાત કરી લો.. દોઢ વર્ષ થઈ ગયા. અહીં તમારા વિસ્તારમાં અઢી કોડી પણ નથી લાગી. તમને ખબર છે મારી સરકારે કેટલા રૂપિયા લગાવ્યા હતા, જણાો એક કરો... બે કરોડ.. પાંચ કરોડ.. 100 કરોડ? નહિં, મેં પૂરા અઢી સો કરોડ અહીં લગાવ્યા હતા."

22 કિલો વજન ઘટી ગયું છતાં તમારી સામે છું
અન્ય એક સંબોધનમાં આંખોથી આંસુ લૂછતાં સપા સાંસદે કહ્યું કે લોકસભા ચૂંટણી જીતવાની મારે કિંમત ચૂકવવી પડી રહી છે. જેના કારણે અત્યાર સુધી 22 કિલો વજન પણ ઘટી ગયું છે. મારી જિંદગીનો સફર મામૂલી નહોતો. એટલો લાંબો સફર ખેડ્યા બાદ તમારો આ સાથી એક કિલો વજન વધારીને નહિ બલકે 22 કિલો વજન ઘટાડીને આજે તમારી સામે ઉભો છે.

તજીન ફાતિમા માટે રેલી સંબોધિત કરી
આઝમ રામપુરના કિલા મેદાનમાં પોતાની પત્ની અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તજીન ફાતિમા માટે રેલીને સંબોધિત કરી રહ્યા હતા.

આ માટે આઝમ ખાનની મુશ્કેલીઓ વધી
આઝમ ખાન વિરુદ્ધ વિવિધ મામલામાં 80થી વધુ કેસ નોંધાયેલા છે. રામપુર જિલ્લા પ્રશાસને તો તેમને ભૂ-માફિયા ઘોષિત કરી દીધા છે. આઝમ ખાન પર બકરી, ભેંક, પુસ્તક અને વીજળી ચોરીનું પણ ટેગ લાગી ગયું છે. આ ઉપરાંત મારપીટ-લૂટફાટ અને ધમકીઓ દીધી હોવાના કેટલાય કેસ ચાલી રહ્યા છે. અત્યાર સુધી 5 વાર તેઓએસઆઈટી સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
