ખુર્શીદના ઇશારે અમેરિકામાં મારી સાથે થયો દુર્વ્યવહાર: આઝમ ખાન

આઝમે ખુર્શીદ પર આરોપ લગાવતા જણાવ્યું કે તેમણે મારી વિરુધ્ધ કાવતરું રચી તેમના ઇશારા પર જ મારી સાથે પૂછપરછ કરવામાં આવી. આઝમ ખાને જણાવ્યું કે સપા અધ્યક્ષ મુલાયમસિંહ જાણે છે કે અમેરિકામાં તેમની સાથે શું થયું અને આ ઘટનાની પાછળ કોણ છે. સરકારને ધમકી આપતા જણાવ્યું કે સપા ટૂંક સમયમાં યુપીએને સમર્થન પર કોઇ નિર્ણય લેશે.
આઝમ ખાને જણાવ્યું કે અમેરિકા રવાના થયાના 24 કલાક પહેલા અમેરિકાએ મને મારી પત્ની અને બાળકોને 10 વર્ષના વીઝા આપ્યા હતા. સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે માલૂમ નહીં પહેલા તપાસ ન્હોતી કરી કે હું આતંકવાદી છું કે નહીં? મને શંકા છે કે બંને સરકારોની સહમતી દ્વારા મારું અપમાન થયું. આ જોઇન્ટ મિલિટ્રી એક્સરસાઇઝ લાગે છે, કારણ કે દેશમાં અપમાનની કોશિશ અસફળ રહી છે. માટે વિદેશમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો.
આઝમ ખાનને અમેકરિકા એરપોર્ટ પર રોકવામાં આવ્યાના મુદ્દાને વિદેશમંત્રી સલમાન ખુર્શીદે ધ્યાન પર લીધો નહીં. ખુર્શીદે જણાવ્યું કે અમેરિકામાં યાત્રા કરવા માટે કડક ઇમિગ્રેશન પ્રોસેસમાંથી પસાર થવું ફરજીયાત છે. તેમણે એ પણ જણાવ્યું કે ભારતે અમેરિકાને આવા મામલાઓમાં હંમેશા શિષ્ટાચાર વાપરવાનો આગ્રહ કર્યો છે. તેમણે જણાવ્યું કે સામાન્ય પ્રક્રિયાઓથી પર જઇને કોઇપણની સાથે અલગ વર્તન કરવામાં આવશે તો સરકાર આ મુદ્દાને જરૂર ઉઠાવશે અને તે દરેક સામાન્ય વ્યક્તિ માટે નહીં કે કોઇ વિશેષ હોદ્દા પર આરુઢ વ્યક્તિ માટે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
