અયોધ્યા કેસઃ ચુકાદા પહેલા લોકો ભેગુ કરી રહ્યા છે જરૂરી રાશન, અમુક લોકો છોડી રહ્યા છે શહેર
અયોધ્યા કેસમાં કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. અયોધ્યામાં રહેતા લોકો કોર્ટના ચુકાદા પહેલા પોતાની પૂરી તૈયારીમાં લાગી ગયા છે.
અયોધ્યા કેસમાં કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. એવામાં લોકોની અંદર શંકાસ્પદ સ્થિતિ યથાવત છે. અયોધ્યામાં રહેતા લોકો કોર્ટના ચુકાદા પહેલા પોતાની પૂરી તૈયારીમાં લાગી ગયા છે. અમુક લોકો પૂરતી માત્રામાં ખાવા-પીવાની વસ્તુઓ ભેગી કરી રહ્યા છે. જ્યારે અમુક લોકો પોતાના આખા પરિવાર સાથે બીજી જગ્યાએ જવા લાગ્યા છે જ્યાં તે સુરક્ષિત રહી શકે.

ડરનો માહોલ
કોર્ટના ચુકાદાના કારણે અમુક લોકો પોતાના લગ્નના કાર્યક્રમમાં પણ ફેરફાર કરી રહ્યા છે તો અમુક લગ્નનુ સ્થળ બદલી રહ્યા છે અને અયોધ્યાના બદલે કોઈ બીજી જગ્યાએ લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. સૈયદવાડામાં કામ કરતા ટેલરનુ કહેવુ છે કે લોકો પરસ્પર વાત કરે છે અને કહે છે કે સૌથી પહેલા સૈયદવાડાને જ નિશાન બનાવવામાં આવશે, લોકોમા ડરનો માહોલ છે. તમને જણાવી દઈએ કે સૈયદવાડામાં હિંદુ મંદિર પાસે ઘણા મુસ્લિમ પરિવાર રહે છે.

લોકો કરી રહ્યા છે વ્યવસ્થા
એક અન્ય વ્યક્તિનુ કહેવુ છે કે જો રામ મંદિરના પક્ષમાં ચુકાદો નહિ આવે તો સ્થિતિ બગડી શકે છે. એવી સ્થિતિમાં અમે શું કરીશુ, એટલા માટે અમે પોતાના પરિવારને બહાર મોકલી રહ્યા છે. ઘણા લોકોએ આવુ કર્યુ છે. અહીંથી થોડી દૂર રહેતા ઘનશ્યામ ગુપ્તા જેમનો પરિવાર હનુમાનગઢી પાસે ત્રણ દશકથી લાડવા વેચી રહ્યો છે તેમનુ કહેવુ છે કે અમે જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. વાસણો અને અનાદ પૂરતી માત્રામાં ઘરમાં જમા કરી લીધુ છે. રામજન્મભૂમિ વિવાદમાં વિવાદી ઉમર ફારુકનુ કહેવુ છે કે તેમણે પહેલા પણ આ બધુ જોયુ છે જ્યારે 2010માં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. એટલુ જ નહિ ગયા વર્ષે જ્યારે શિવસેના અહીં આવી ત્યારે પણ સ્થિતિ આવી જ હતી.

સ્થિતિ પર બાજ નજર
ફારુકનુ કહેવુ છે કે જો કે અયોધ્યામાં રહેતા લોકોને ક્યારેય પણ એકબીજા સાથે કોઈ મુશ્કેલી નથી થઈ. અહીં હંમેશા બહારથી આવતા લોકો જ મુશ્કેલી ઉભી કરે છે. વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે જિલ્લા પ્રશાસન શાંતિ માર્ચ કરી રહ્યા છે અને લોકોને મોટી સંખ્યામાં ભેગા નહિ થવા માટે કહી રહ્યા છે. સાથે કોઈ પણ પ્રકારનો તણાવ વધારતી પોસ્ટ પર સોશિયલ મીડિયા બાજ નજર રાખી રહ્યુ છે. ડીએમ અનુજ કુમાર ઝાએ જણાવ્યુ કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં હિંજુ મહંત અને મુસ્લિમ ઈમામ સાથે ઘણી બેઠક કરવામાં આવી છે અને તેમને સુરક્ષાનો ભરોસો આપવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
