અયોધ્યા રામ મંદિર નિર્માણથી યુપીના પર્યટનને પ્રોત્સાહન, અર્થવ્યવસ્થાને મળશે વેગ
Ayodhya Ram Mandir: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારબાદથી આ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી યુપી સરકારના વિઝનની પરીક્ષા શરુ થઈ હતી.
યોગી આદિત્યનાથની મજબૂત મનોબળવાળી છબીના બળ પર યુપી સરકારે અયોધ્યાને તમામ સંશાધનો ઉપલબ્ધ કરાવવાનુ શરુ કર્યુ. જેના પરિણામે આજે બીજા શહેરો, રાજ્યો કે દેશોમાંથી આવતા લોકો માટે રાજધાની લખનઉના બદલે અયોધ્યા પહોંચવાનુ વધુ સરળ બની ગયુ છે.

યુપી સરકારના પ્રયાસોના પરિણામે આજે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનુ એરપોર્ટ બની ગયુ છે. વળી, અયોધ્યા પહોંચવા માટેના અન્ય વિકલ્પો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં અયોધ્યા દેશના સૌથી મોટા પર્યટન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જેના પરિણામે અયોધ્યાના તમામ સેક્ટરની અર્થવ્યવસ્થાને વેગ મળશે.
વર્ષ 2023ના પ્રથમ નવ મહિનાના ડેટા અનુસાર, મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સહિત 32 કરોડથી વધુ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી. વારાણસીમાં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા, જ્યારે પ્રયાગરાજ અને અયોધ્યામાં પણ કરોડો પ્રવાસીઓ આવ્યા. વર્ષ 2023 ઉત્તર પ્રદેશ માટે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયું. રાજ્યએ પ્રવાસન ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે, કેન્દ્ર અને રાજ્ય બંને કલ્યાણ યોજનાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 સુધીમાં ઉત્તર પ્રદેશની મુલાકાત લેનારા સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 31,91,95,206 હતી અને 9,54,866 વિદેશી પ્રવાસીઓએ પણ રાજ્યની મુલાકાત લીધી હતી. ખાસ કરીને વારાણસીમાં સૌથી વધુ પ્રવાસીઓ જોવા મળ્યા હતા. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં, કુલ 8,42,04,814 પ્રવાસીઓએ વારાણસીની મુલાકાત લીધી, જેમાં 8,40,71,726 સ્થાનિક પ્રવાસીઓ અને 1,33,088 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
કાશી પછી પ્રયાગરાજ પ્રવાસીઓની બીજી પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. જાન્યુઆરી 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં કુલ 4,49,95,996 પ્રવાસીઓએ સંગમ શહેરની મુલાકાત લીધી હતી. તેમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 4,49,93,289 હતી, જ્યારે 2,707 વિદેશી પ્રવાસીઓએ પણ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી.
અયોધ્યાએ પ્રવાસીઓના આગમનની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. 23 જાન્યુઆરીથી 23 સપ્ટેમ્બર સુધી કુલ 2,03,64,347 પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા. તેમાંથી સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 2,03,62,713 હતી જ્યારે 1,634 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હતા. સૌથી વધુ પ્રવાસીઓનું આગમન જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન 5.56 થી 5.80 કરોડની વચ્ચે નોંધાયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
