રામ મંદિરના દાનમાં અઢળક વધારો, નાના મૂલ્યની નોટોથી અત્યાર સુધી આવ્યા આટલા કરોડ, રોજ આવી રહ્યા છે 13-14 લાખ
Ayodhya Ram Temple Donation: અયોધ્યામાં ભગવાન રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ઢગલાબંધ પ્રસાદ ચઢાવવામાં આવી રહ્યો છે. ચઢાવાનો હિસાબ રાખવા માટે બેંકર્સ રામ મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે. અયોધ્યામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક ડઝન બેંકરોએ તેમની બેઠક શાખા કચેરી નહિ પરંતુ રામ મંદિર પરિસરમાં જમાવી દીધો છે.
દરરોજ સવારે આ અધિકારીઓ ભગવાન રામને દાન પેટીમાં આવતા પૈસાનો હિસાબ લેવા હાજર રહે છે. આ માટે બેંકર્સ બે શિફ્ટમાં કામ કરે છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ રામ મંદિરમાં ભક્તોની ભીડ અને દાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

ઓનલાઇન રીતે મોટી સંખ્યામાં ડોનેશન આવી રહ્યા છે. જો કે, તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન દાન સિવાય, 22 જાન્યુઆરીથી નાના મૂલ્યની ચલણી નોટોમાં રોકડ દાનનો અંદાજ 4 કરોડ રૂપિયા છે. દૈનિક આંકડો 13 લાખથી 14 લાખ રૂપિયા છે.
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી મોટાભાગના દાન 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયામાં હોવાથી સિક્કા સહિત રોકડનો હિસાબ એક મોટી કવાયત છે. આ સમસ્યાના ઉકેલ માટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની અયોધ્યા શાખાએ રામ મંદિર પરિસરમાં હાઈટેક કેશ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવી છે. જે રામ મંદિર ટ્રસ્ટનું ખાતું ચલાવે છે.
બેંકે મંદિર પરિસરમાં ચાર ઓટોમેટિક કાઉન્ટીંગ મશીન લગાવ્યા છે. આ મશીનોમાં રોકડ દાખલ કરવામાં આવે છે અને મશીનો વિવિધ મૂલ્યવર્ગની નોટોને સૉર્ટ કરે છે અને તેને બંડલમાં પેક કરે છે. મંદિર ટ્રસ્ટને આશા છે કે રામ નવમીના તહેવાર દરમિયાન ભક્તોની સંખ્યા અને દાનમાં વધારો થશે, જ્યારે અયોધ્યામાં લગભગ 50 લાખ ભક્તો હાજર રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
