Ayodhya Ram Mandir: માત્ર 32 સેકન્ડમાં PM મોદીએ મૂકવી પડશે પહેલી ઈંટ, જાણો કેમ?
પાંચ ઓગસ્ટે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણની આધારશિલા મૂકશે. પીએમ મોદી એક ઈંટ મંદિરના આધારશિલા તરીકે રાખીને આનુ નિર્માણ કાર્યનો માર્ગ ખોલશે.
પાંચ ઓગસ્ટે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણની આધારશિલા મૂકશે. પીએમ મોદી એક ઈંટ મંદિરના આધારશિલા તરીકે રાખીને આનુ નિર્માણ કાર્યનો માર્ગ ખોલશે. અયોધ્યામાં આ સમારંભના બે દિવસ પહેલાથી જ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો શરૂ થઈ ગયા છે. આ કાર્યક્રમ માટે 175 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ કાર્ય એ દિવસે જ શરૂ થઈ રહ્યુ છે જે દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને એક વર્ષ થવા જઈ રહ્યુ છે.

12:44:08 પર શરૂ અને 12:44:40 પર ખતમ
પૂજારીઓ અને ધાર્મિક નેતાઓનુ કહેવુ છે કે આધારશિલા મૂકવાનો આખો કાર્યક્રમ મૂહૂર્ત મુજબ જ થશે. તેમણે જણાવ્યુ કે બુધવારે આ મૂહુર્ત બપોરે 12 વાગીને 44 મિનિટે 8 સેકન્ડથી લઈને 12 વાગીને 44 મિનિટે 40 સેકન્ડ સુધીની છે. આ દરમિયાન પીએમ મોદીએ આધારશિલા રાખવી પડશે. સોમવારે જ અયોધ્યામાં કોઈ તહેવારનો માહોલ છે અને સોમવારે 21 પૂજારીઓએ ભગવાન ગણેશની આરાધના કરી છે. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને માતા સીતાના વંશજોની પ્રાર્થના કરવામાં આવી છે. કાર્યક્રમ માટે 175 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાંથી 135 સંત છે.

આધારશિલા રાખવા દરમિયાન માત્ર પાંચ લોકો
પીએમ મોદી ત્રણ કલાક સુધી અયોધ્યામાં રહેશે. જો કે અહીં આધારશિલા રાખવામાં આવશે ત્યાં પીએમ મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, રામ મંદિર નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ મહારાજ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એટલે કે માત્ર પાંચ જ લોકો રહેશે. સીએમ યોગીએઆ કાર્યક્રમને એક ઐતિહાસિક આયોજન જણાવ્યુ છે. રામ જન્મભૂમિમાં સીએમ યોગીએ ઘણા કલાકો વીતાવ્યા અને તૈયારીઓનુ નિરીક્ષણ કર્યુ છે. ગયા વર્ષે નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટ તરફથી એક ઐતિહાસિક ચુકાદા બાદ રામ મંદિર નિર્માણનો રસ્તો ખુલી ગયો હતો.

મૂકવામાં આવશે નવ શિલાઓ
અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન નવ શિલાના પત્થર ભૂમિ પૂજનમાં રાખવામાં આવશે. નવ શિલાઓનુ પૂજન પીએમ મોદીના હાથમાં હશે. આ નવ શિલાઓ સન 1989-90 દરમિયાન રામ મંદિર આંદોલન સાથે જોડાયેલુ છે. એક શિલાને ગર્ભગૃહમાં મૂકવામાં આવશે અને બાકી આઠ બીજી જગ્યાએ હશે. નવ શિલાઓનો પ્રયોગ નક્શા પાસે થયા બાદ મંદિર નિર્માણના સમયે કરવામાં આવશે. સીએમ યોગીએ કહ્યુ, 'આ માત્ર એક ઈતિહાસની શરૂઆત જ નહિ પરંતુ આપણા સૌના માટે એક ભાવુક પણ પણ છે કારણકે 500 વર્ષ બાદ રામ મંદિરના નિર્માણનુ કામ શરૂ થશે. આ એક નવા ભારતનો પાયો પણ છે.'

અયોધ્યાની બૉર્ડર સીલ
બાબા રામદેવ અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે રામ મંદિર બનાવવાનો શ્રેય રામભક્તોને જાય છે. રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ માટે અયોધ્યામાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે અને આખા શહેરને કિલ્લામાં ફેરવી દેવાયુ છે. અયોધ્યામાં એસપીજીએ સુરક્ષા સંભાળી છે અને બૉર્ડર સીલ કરી દેવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ કે વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી વય વધુ હોવાના કારણે નહિ આવી શકે. આ કાર્યક્રમમાં નેપાળના જાનકી મંદિરના મહંત રામ તપેશ્વર દાસ હવે ભૂમિ પૂજન કાર્યક્રમમાં નહિ આવી શકે. કોરોનાના કારણે તેમને બૉર્ડર ક્રોસ કરવામાં દેવા આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
