અયોધ્યા કેસઃ હિંદુ પક્ષના વકીલે આપ્યો નક્શો-દસ્તાવેજ, રાજીવ ધવને કોર્ટમાં જ ફાડી દીધા
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં બુધવારે સુનાવણીનો છેલ્લો દિવસ છે. બુધવારે સુનાવણી શરૂ થયા બાદ અદાલતમાં થોડી ગરમા ગરમી જોવા મળી.
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં બુધવારે સુનાવણીનો છેલ્લો દિવસ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ છે, આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેસની સુનાવણી પૂરી થઈ જશે. બુધવારે સુનાવણી શરૂ થયા બાદ અદાલતમાં થોડી ગરમા ગરમી જોવા મળી. હિંદુ મહાસભાના વકીલે રામ મંદિર સાથે જોડાયેલ એક નક્શો અને દસ્તાવેજ સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવનને સોંપ્યા જેને અદાલતમાં ફાડીને ફેંકી દીધા. આના પર ચીફ જસ્ટીસ નારાજ થઈ ગયા.

હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહે સુનાવણી દરમિયાન પોતાના પક્ષમાં એક પુસ્તકનો હવાલો આપીને નક્શો અને દસ્તાવેજ વકફ બોર્ડના વકીલ રાજીવ ધવનને આપ્યા તો તેમણે ગુસ્સામાં તેને ફાડી દીધા. આનાથી સીજેઆઈ રંજન ગોગોઈએ નારાજગી વ્યક્ત કરીને કહ્યુ કે આવુ ફરીથી થયુ તો તેઓ ઉઠીને જતા રહેશે. આના પર હિંદુ મહાસભાના વકીલે કહ્યુ, હું અદાલતનુ સમ્માન કરુ છુ. મે ન્યાયાલયના શિષ્ટાચારને તોડ્યો નથી.
ચીફ જસ્ટીસની આગેવાનીવાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠ જેમાં ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર શામેલ છે. આ કેસમાં સુનાવણી કરી રહ્યા છે. ગયા 40 દિવસોથી આ કેસની રોજ સુનાવણી થઈ રહી છે. અદાલતે 16 ઓક્ટોબરના રોજ સુનાવણીનો છેલ્લા દિવસ રાખ્યો છે. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ કે આજે (16 ઓક્ટોબર) સાંજે પાંચ વાગ્યા સુધી કેસની સુનાવણી પૂરી કરવામાં આવશે. કોઈને વધુ સમય નહિ આપવામાં આવે. મંગળવારે સીજેઆઈ કહ્યુ હતુ કે બધા પક્ષ 16 ઓક્ટોબર સુધી કેસ સાથે સંબંધિત દલીલો રજૂ કરી દે. ત્યારબાદ તે કેસ પર ચુકાદો લખશે જેમાં ચાર સપ્તાહનો સમય લાગી શકે છે.
સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં 2.77 એકર જમીનના વિવાદ પર સુનાવણી કરી રહ્યુ છે. જમીન પર સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાનો દાવો છે. આ કેસ ઘણો જૂનો છે. 2010માં આ કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટે જમીનને ત્રણ પક્ષો વચ્ચે બરાબર વહેંચવાનો આદેશ આપ્યો હતો. આનાથી નાખુશ થઈને ત્રણે પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
