અયોધ્યા કેસઃ શું મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલી શકાય? સુપ્રીમ કોર્ટમાં આજે આવશે ફેસલો
અયોધ્યા કેસઃ મધ્યસ્થી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થનાર છે. આજે સુપ્રીમ કોર્ટ આ વાત પર ફેસલો આપી શકે છે કે શું આ મામલાને અદાલત બહાર મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે કે નહિ. જણાવી દઈએ કે પાછલી સુનાવણી દમિયાન મામલાની સુનાવણી કરી રહેલ પીઠે કહ્યું હતું કે જો એક ટકા પણ મધ્યસ્થીની આશા છે તો તેની કોશિશ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી 26મી ફેબ્રુઆરીએ થઈ હતી.

પાછલી સુનાવણી દરમિયાન મધ્યસ્થતાના સવાલ પર કેટલાય સ્વર સંભળાયા હતા. આ મામલામાં હિંદુ પક્ષકારોના વકીલોએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે આ પ્રકારની કોશિશ પહેલા પણ થઈ ચૂકી છે જે નિષ્ફળ રહી. જ્યારે મુસ્લિમ પક્ષે પણ મધ્યસ્થી પર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ એમ પણ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટની દેખરેખમાં મધ્યસ્થી થાય તો તેઓ તૈયાર છે.
પાછલી સુનાવણી દરમિયાન ટ્રાન્સલેશનની સ્વીકાર્યતા પર વિવાદ થયો હતો જે દરમિયાન પીઠે કહ્યું કે જો તમામ પક્ષોને દસ્તાવેજોના અનુવાદ મંજૂર હોય તો તેઓ સુનાવણી થયા બાદ તેના પર સવાલ ન ઉઠાવી શકે. અયોધ્યામાં વિવાદિત 2.27 એકર ભૂમિને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામ લાલા વચ્ચે બરાબર ભાગમાં વહેંચવાના અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ફેસલા વિરુદ્ધ દાખલ 14 અપીલ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠ સુનાવણી કરી રહી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના 5 જજની સંવૈધાનિક બેંક અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે. મામલાની સુનાવણી કરી રહેલ સંવૈધાનિક બેંચમાં સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર સામેલ છે. અગાઉ અયોધ્યા મામલાની સુનાવણી માટે 25મી જાન્યુઆરીએ સંવિધાન પીઠની રચના કરવામાં આવી હતી પરંતુ ન્યાયમૂર્તિ ઉદય યૂ લલિતે ખુદને આ મામલાથી અલગ કરી લીધા હતા જે બાદ નવી પીઠની રચના કરવામાં આવી.
આ પણ વાંચો- ભારતના દબાણની અસર, પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
