મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક ખંડપીઠને નહિ મોકલાયઃ સુપ્રીમ કોર્ટ
મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક ખંડપીઠને નહિ મોકલાયઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદથી સંબંધિત એક મામલામાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેસલો સંભળાવ્યો. આ મામલો 1994ના ઈસ્માઈલ ફારુકીએ આપેલ ચુકાદાનો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. આ મામલે મસ્લિમ પક્ષકારોએ પુનઃવિચાર કરવાની માગણીને લઈને અરજી દાખલ કરી હતી જેના પર સુપ્રીમ કોર્ટે આજે ફેસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદમાં નમાજનો મામલો સંવૈધાનિક પીઠને નહિ મોકલાય.

કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે
જસ્ટિસ ભૂષણે ફેસલો વાંચતા 1994ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. અધિગ્રહણથી મૌલિક અધિકારોનું હનન નથી, મસ્જિદ, ચર્ચ, મંદિર કોઈપણ ધાર્મિક સ્થળનું અધિગ્રહણ થઈ શકે છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મસ્જિદના અધિગ્રહણ માટે કોઈ અલગ માપદંડ નથી. સાથે જ મસ્જિદમાં નમાજના મામલાને સંવૈધાનિક પીઠને ન મોકલવાનું સ્પષ્ટ કરી દીધું, કહ્યું કે- આ મામલાને સંવૈધાનિક પીઠ પાસે મોકલવાની કોઈ જરૂરત નથી.

બંધારણીય ખંડપીઠને મામલો નહિ મોકલાય
આની સાથે જ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આગામી સુનાવણી 29મી ઓક્ટોબરે થશે. આ ફેસલા બાદ રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે જલદી સુનાવણી આગળ વધે તેવી અપેક્ષા છે. હવે ત્રણ જજની બેંચ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુનાવણી કરશે. ટાઈટલ સૂટ પર 29મી ઓક્ટોબરે સુનાવણી થશે.

શું હતો મામલો
1994માં ડૉ. ફારુકીની આગેવાની વાળી ખંડપીઠે ફેસલો સંભળાવતા કહ્યું હતું કે નમાજ પઢવા માટે મસ્જિદ એ ઈસ્લામનો અભિન્ન ભાગ નથી. ત્યારે મુસ્લિમ પક્ષકારોએ આ ફેસલા પર પુનઃવિચાર કરવાની માગણી કરી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં એ નક્કી કરવાનું હતું કે સુપ્રીમ કોર્ટે 1994માં આપેલ ફેસલાને પુનઃવિચાર માટે મોકલવો કે નહિ, જો કે કોર્ટે આ મામલે પુનઃવિચાર માટે સંવૈધાનિક ખંડપીઠને મોકલવાની ના પાડી દીધી અને સ્પષ્ટ કર્યું કે ચુકાદામાં મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી તેમ નહી પણ નમાજ પઢવા માટે ઈસ્લામનો અભિન્ન ભાગ નથી કેમ કહેવામાં આવ્યું હતું તેથી આ મામલાને પુનઃવિચાર માટે મોકલવાની જરૂરત નથી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
