August 15 Terror Alert In Delhi: મોટા ડ્રોન હુમલાની તૈયારીમાં આતંકી, IBએ પોલીસને કરી એલર્ટ: સુત્ર
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા એટલે કે 15 ઓગસ્ટ પહેલા ડ્રોન એટેક અંગે એલર્ટ જાહેર કરાયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને એલર્ટ જારી કર્યું છે, જે મુજબ ડ
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા એટલે કે 15 ઓગસ્ટ પહેલા ડ્રોન એટેક અંગે એલર્ટ જાહેર કરાયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસને એલર્ટ જારી કર્યું છે, જે મુજબ ડ્રોનની મદદથી રાજધાનીમાં મોટો આતંકવાદી હુમલો કરી શકાય છે. આતંકવાદીઓ અને અસામાજિક તત્વો 15 ઓગસ્ટ પહેલા કોઇ મોટો હુમલો કરી શકે છે.

નોંધપાત્ર વાત એ છેકે ભૂતકાળમાં દેશના જુદા જુદા ભાગોમાંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ મોટો હુમલો કરવાની તૈયારીમાં હતા. જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલો થયા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, જેના પગલે લખનૌ અને કોલકાતાથી શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, હવે આઇબીને ગુપ્તચર સ્રોતોથી દિલ્હીમાં મોટો ડ્રોન હુમલો થયો હોવાની માહિતી મળી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે માટે દિલ્હી પોલીસને હવેથી સજાગ રહેવાનું કહેવામાં આવ્યું છે.
An alert has been issued to Delhi Police, as per which a major terror activity can be executed in the national capital with the help of drones. Terrorists and anti-social elements can execute this before 15th August: Sources
— ANI (@ANI) July 20, 2021
પોલીસને અપાઇ ટ્રેનિંગ
સુરક્ષા એજન્સીઓએ દિલ્હી પોલીસને ચેતવણી આપી છે કે 15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે, ખાસ કરીને 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. એલર્ટ જાહેર થયા બાદ દિલ્હી પોલીસે ડ્રોન એટેકને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવા કોઈ પણ હુમલાનો સામનો કરવા માટે દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોની પોલીસને તાલીમ આપવામાં આવી છે. આ તાલીમના પ્રથમ તબક્કામાં, જ્યારે સામાન્ય ડ્રોન જોવા મળે છે ત્યારે લેવામાં આવનારી કાર્યવાહી અંગે તાલીમ આપવામાં આવી છે, જ્યારે બીજા તબક્કામાં શંકાસ્પદ ડ્રોન અથવા ઉડતી ઉપકરણો જોવામાં આવે તો કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગેની તાલીમ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
