પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો, આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો
દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો થયો હોવાના અહેવાલ છે.
હુમલાને લઈને દિલ્હીના સીએમ આતિશીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, ભાજપ જાણે છે કે તે ચૂંટણીમાં કેજરીવાલને હરાવી શકતા નથી, તેથી તે મારવા માંગે છે. પહેલા બીજેપીએ અરવિંદ કેજરીવાલની દવા બંધ કરી દીધી, જેથી મોત થઈ જાય.

સીએમ આતિશીએ કહ્યું કે, દિલ્હીના લોકો કેજરીવાલજીને પ્રેમ કરે છે. દિલ્હીના લોકોને તેમના કામ અટકાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે.
જો કેજરીવાલજીને કંઈ થશે તો દિલ્હીના લોકો બીજેપીને નહીં છોડે. તેઓ દિલ્હી માટે લડશે. તે માત્ર દિલ્હીના નેતા જ નહીં પરંતુ દિલ્હીના પુત્ર છે. જ્યારે પણ હુમલો થાય છે ત્યારે તેમની પાછળ ભાજપના લોકો હોય છે.
આતિશીએ કહ્યું કે, દિલ્હીની જનતાને ભાજપની ગંદી રાજનીતિનો પુરાવો મળી ગયો છે. આજે પદયાત્રા દરમિયાન તેમના પર હુમલો કરીને જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે કે હુમલાખોર ભાજપનો હતો. હું તેમને તપાસ કરાવવા પડકાર ફેંકું છું.
આતિશીએ કહ્યું કે, ભાજપના કેટલાક કાર્યકરો તેમને હાર પહેરાવવાના નામે આગળ આવ્યા અને પછી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જો તેની પાસે શસ્ત્રો હોત તો તે મારી પણ પણ શક્યા હોત.
જણાવી દઈએ કે, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં તેની નીતિઓને કારણે 10 વર્ષની સફળ શાશન કરી રહી છે. આ પણ એક કારણ છે કે બીજેપી પર સતત અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કાવતરા રચવાના આરોપ લાગતા રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
