સતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાન
દિલ્હીની હવા બની ઝેરીલી, રહો સાવધાન
નવી દિલ્હીઃ ફરી એકવાર દિલ્હીની આબોહવા ખરાબ થઈ ગઈ છે અને ઋતુ બદલવાના કારણે અહિંની હવામાંનનું પ્રદુષણનું સ્તર વધી ગયું છે. ઓક્ટોબરથી શરૂ થતો શિયાળો હજુ બાકી જ છે તેવામાં દિલ્હીની આબોહવા પ્રદુષિત થતાં હવામાન ખાતાની પરેશાનીમાં વધારો થયો છે. રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ખાસ રીતે સવારે અને સાંજે પ્રદૂષણનું સ્તર ખરાબ બન્યું છે. બુપોરના સમયે તેજ ધપને કારણે ક્યારેક આ સામાન્ય સ્તર પર પણ પહોંચી શકે છે, પરંતુ સાંજના સમયે તે પરત પોતાના રૂપમાં આવી જાય છે.

દિલ્હીની હવામાં ભળ્યું ઝહેર
હવામાન ખાતાની ચિંતામાં પણ એટલા માટે વધારો થયો છે કેમ કે પ્રદૂષણ સ્તર ઘાંસ અને પાક સળગાવતા પહેલા જ આટલે ઉપર પહોંચી ગયું છે, એવામાં હવે 15 ઓક્ટોબરથી હરિયાણા, પંજાબના ખેડૂતો પણ ખેતરનો કચરો સળગાવવાનું શરૂ કરશે જેને પગલે દિલ્હીની હવા પર વધુ અસર પડશે. જો કે પ્રશાસન તરફથી ભારે સાવધાની વરતવામાં આવી રહી છે, છતાં દિલ્હીનો એર ઈન્ડેક્સ અત્યારથી જ ખરાબ સ્તરને અડકવા લાગ્યો છે.

દિલ્હીનો એર ઈન્ડેક્સ 201
સીપીસીબીના એર બુલેટિન મુજબ દિલ્હીનો એર ઈન્ડેક્સ 201, ભિવાડીનો 298, ગુરુગ્રામનો 292, ફરીદાબાદનો 206, ગાઝિયાબાદનો 248, ગ્રેટર નોઈડાનો 202 અને નોઈડાનો એર ઈન્ડેક્સ 257 નોંધાયો છે.

પાછલા ત્રણ વર્ષમાં દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી
ઓક્ટોબરમાં પાછલા ત્રણ વર્ષથી દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ મુજબ દિલ્હીના કેટલાય વિસ્તારોમાં હવાના પ્રદૂષણનું સ્તર જૂનમાં 500થી વધુ રહ્યું.

PM10નું સ્તર 8 ગણું વધ્યું
PM10નું સ્તર બુધવારે 8 ગણું વધી ગયું હતું જેને કારણે દિલ્હીમાં કેટલાક દિવસો માટે નિર્માણકાર્યો પર રોક લગાવી દેવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
