પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં અતીક-અસરફને કરાયા દફન
અતિક અહેમદ અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરાયા બાદ હવે બન્નેને માટીને હવાલે કરી દેવાયા છે. ગેંગસ્ટર અતીક અહેમદના મૃતદેહનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. રવિવારે બંન્ને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહોને પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા. અહીં અતીક અને અશરફના મૃતદેહોને દફનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.
અતીક અને અશરફના અંતિમ સંસ્કારમાં અતીકના પુત્રો અને બહેનો હાજર હતા. અતીક અને અશરફની અંતિમ વિધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. ઝીણવટભરી તપાસ બાદ ગેંગસ્ટરના નજીકના સંબંધીઓને તેના મૃતદેહની નજીક જવા દેવામાં આવ્યા હતા.

અતીક અને અશરફના મૃતદેહોને દફનાવવા પ્રયાગરાજમાં કસારી મસારીના કબ્રસ્તાનમાં કબરો ખોદવામાં આવી હતી. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપવામાં આવ્યા હતા. આ પહ શનિવારે ઝાંસીમાં યુપી એસટીએફ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીક અહમદના પુત્ર અસદને પણ આ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સાળા અને સસરાને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના અનુસાર અતીક અને અશરફ માટે કસારી મસારી કબ્રસ્તાનમાં કબરો ખોદવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં RAF અને PACની ઘણી બટાલિયન તૈનાત કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ પાંચ ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. અતીકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, ગોળીબાર દરમિયાન તેના શરીરમાં કુલ 8 ગોળીઓ વાગી હતી. જેમાંથી 1 માથામાં, 1 ગળામાં, 1 છાતીમાં અને 1 કમરમાં વાગી હતી.
અશરફના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તેના શરીરમાં પાંચ ગોળીઓ હતી. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
