Assam floods: આસામમાં પૂરમાં અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત, બ્રહ્મપુત્ર-બરાકમાં સ્થિતિ વિકટ
આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ બનેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યુ છે.
ગુવાહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ વિકટ બનેલી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ સતત ચાલી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં વધુ સાત લોકોના મોતને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આસામના હોજાઈ, નલબારી, બજલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં સૌથી વધુ જાન-માલનુ નુકસાન થયુ છે. જ્યારે રાજ્યના 30 જિલ્લાઓમાં 45.34 લાખ લોકો પ્રભાવિત થયા છે.

બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ હજુ પણ ઉફાન પર
સીએમ હિમંતા બિસ્વા સરમાએ પૂરનુ હવાઈ દૃશ્ય સર્વેક્ષણ કર્યુ હતુ. જ્યારે પીએમ મોદીએ સર્વે કરતી વખતે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાં બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ હજુ પણ ઉફાન પર છે. વળી, રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. સ્કાઈમેટ એજન્સીએ કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે.

ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે
માહિતી મુજબ સેના તરફથી પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનુ કામ સતત ચાલી રહ્યુ છે. હવે રાજ્યના સાત જિલ્લાઓમાં 32 હજારથી વધુ લોકોને 55 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. સેના અને વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

જનજીવન અસ્તવ્યસ્ત
જો કે, ભૂસ્ખલનને કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે પરંતુ સેનાના જવાનો સતત લોકોની મદદમાં લાગેલા છે, જ્યારે ભારે વરસાદને કારણે આસામના ઘણા પૂર પ્રભાવિત જિલ્લાઓમાં વીજળી પણ ડૂલ છે. એકંદરે જનજીવન અસ્તવ્યસ્ત છે. પાક અને પશુઓને પણ નુકસાન પહોંચ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
