આસારામે ચૂંટણીમાં વોટ બેંક માટે રાજસ્થાન સરકારને ધમકી આપી હતી
જોધપુર, 4 સપ્ટેમ્બર : પોતાની ધરપકડ થતી અટકાવવા માટે આસારામ બાપુએ છેલ્લી હદ સુધી હવાતિયાં માર્યા હતા. અમદાવાદ અને ઇન્દોરની કોર્ટમાં તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તેમણે રાજસ્થાન સરકારને ધમકાવીને પોતાની ધરપકડ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન સ્થિત જોધપુરના આશ્રમમાં સગીરા સાથે દુર્વ્યવહાર કરવાના આરોપોને કારણે જોધપુરની જેલમાં રહેલા આસારામ બાપુએ પોતાની ધરપકડ પુર્વે રાજસ્થાન સરકારને એટલે કે મુખ્યમંત્રી અશોક ગહેલોતને આગામી ચૂંટણીઓમાં વોટ બેંક પર ફટકો પાડવાની ધમકી આપી હતી.

આસારામે એવી ધમકી આપી હતી કે જો તમે મને ફસાવશો તો તમારે ચૂંટણીમાં આની ભારે કિંમત ચુકવવી પડશે. રાજસ્થાનમાં મારા ચાર કરોડ જેટલા સમર્થકો છે. મારી ધરપકડ કરાશે તો ચૂંટણીમાં તેના પરિણામ તમારે સહન કરવા પડશે. આસારામ બાપુએ એવું પણ કહ્યું હતું કે મારી સાથે ઓસામા બીન લાદેન જેવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે. મેં લાદેન જેવું કૃત્ય તો કર્યું જ નથી.
આસારામબાપુએ રાજસ્થાન સરકારને ધમકાવી હતી કે તમારે જે કરવું હોય તે કરો પણ ચૂંટણી આવે છે એ યાદ રાખજો. જો તમે મને ખોટા કેસમાં સંડોવી દેશો તો ચૂંટણીમાં પરાજય થવાની તૈયારી રાખજો. જો રાજસ્થાન સરકાર ટોપના લોકોના દબાણથી મારી ધરપકડ કરવાની હિંમત કરશે તો હું કહુ છું કે સરકારને સહન કરવુ પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
