NPR-NRC લાવ્યા તો અહીં જ શાહીન બાગ ઉભુ કરી દઈશુ, બારાબંકીમાં ઓવૈસીએ આપી ચેતવણી
કૃષિ કાયદાની વાપસી બાદ હવે સીએએ કાયદો પણ પાછો લેવાની માંગ જોર પકડવા લાગી છે.
બારાબંકીઃ કૃષિ કાયદાની વાપસી બાદ હવે સીએએ કાયદો પણ પાછો લેવાની માંગ જોર પકડવા લાગી છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે ચેતવણી આપી કે જો સરકાર એનપીઆર અને એનઆરસી કાયદો લાવશે તો અમે બીજુ એક નવુ 'શાહીન બાગ' ઉભુ કરી દઈશુ. તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા બિલ(સીએએ) સામે દિલ્લીના શાહીન બાગમાં ઘણા દિવસો સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યુ હતુ જેમાં હજારો લોકો ધરણા પર બેઠા હતા.

ઓવૈસીએ આપી બીજુ શાહીન બાગ ઉભુ કરવાની ધમકી
ઓવૈસીએ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક જનસભાને સંબોધિત કરીને કેન્દ્રની મોદી સરકારને બીજુ શાહીન બાગ ઉભુ કરવાની ચેતવણી આપી છે. ઓવૈસીએ કહ્યુ, 'જો તે એનપીઆર અને એનઆરસી કાયદા બનાવશે તો અમે રસ્તા પર ઉતરીશુ અને બીજુ એક શાહીન બાગ સામે આવશે.' જો કે આ સાથે જ તેમણે પીએમ મોદીને સીએએ પાછુ લેવાની અપીલ પણ કરી.
પીએમ મોદીને કરી સીએએ પાછુ લેવાની અપીલ
ઓવૈસીએ કહ્યુ, 'હું પીએમ મોદી, ભાજપને સીએએને કૃષિ કાયદાની જેમ પાછો લેવાની અપીલ કરુ છુ કારણકે આ બંધારણ વિરુદ્ધ છે...જો તે એનપીઆર અને એનઆરસીનો કાયદો બનાવશે તો અમે રસ્તા પર ઉતરીશુ અને બીજુ એક શાહીન બાગ અહીં આવશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
