નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ બનતા જ રામ મંદિરને લઈને સ્ટેન્ડ સાફ કર્યુ, જાણો ઉદ્ધાટનમાં હાજરી આપશે કે નહીં?
રામ મંદિરને લઈને રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે હવે જેડીયુ તરફથી નિવેદન સામે આવ્યુ છે. નીતિશ કુમારે પાર્ટીની કમાન સંભાળતા જ મંદિર ઉદ્ધાટનમાં હાજરીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, જો આમંત્રણ આવશે તો અમારી પાર્ટી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામ મંદિરમાં આયોજિત સમારોહમાં કોઈપણ સંકોચ વિના હાજરી આપશે.

જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે, અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ જો આમંત્રણ મળશે તો અમારી પાર્ટી કોઈપણ સંકોચ વિના તેમાં ભાગ લેશે.
જણાવી દઈએ કે શરૂઆતના તબક્કામાં નીતીશ કુમાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળના NDAનો હિસ્સો બન્યા ત્યારે તેમના જેવા સહયોગીઓની માંગ પર બીજેપીના ત્રણ મુખ્ય મુદ્દા- રામ મંદિર, કલમ 370 અને યુનિફોર્મ સિવિલ કોડને એજન્ડામાંથી બહાર રાખવા પડ્યા હતા.
કેસી ત્યાગીને રામ મંદિર પર નીતિશની પાર્ટીના બદલાયેલા સ્ટેન્ડ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે સમયે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ, જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવી ગયો છે ત્યારે રામ મંદિર પર સવાલ ઉઠાવવાનો સવાલ જ નથી.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, જેડીયુનો એક હિસ્સો એવા ઈન્ડિયા બ્લોકની રચના નીતીશની પહેલ પર કરવામાં આવી હતી. જેમાં સીપીએમ જેવી પાર્ટીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અન્ય કેટલાક સાથીઓએ પણ આ અંગે નકારાત્મક વલણ અપનાવ્યું છે.
કોંગ્રેસ હજુ સુધી પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકી નથી. આ સ્થિતિમાં, તે કાર્યક્રમમાં ભાગ લેવા અંગે જેડીયુનું સકારાત્મક નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
