જ્યારે ભારતના એસ્ટ્રોનોટ સ્પેસમાં પગ મુકશે, જાણો ભારતના પહેલા માનવ મિશન ગગનયાન વિશે તમામ બાબતો
ભારતનું ચંદ્રયાન પુરી દુનિયાને ચૌકાવીને ચંદ્રની સપાટી પર ઉતરી ચુક્યુ છે અને હવે તેની કામગીરી સફળતાપુર્વક શરૂ કરી દીધી છે. આ સફળતા સાથે જ હવે ભારતે અવકાશને માણસ મોકલવા પર પુરૂ ધ્યાન લગાવી દીધુ છે. બહુ જલ્દી ભારતનું ગગનયાન અવકાશમાં માણસ સાથે ઉડાન ભરશે.
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો જે રીતે અવકાશમાં ભારતનો પરચમ બુલંદ કરી રહી છે તેને જોતા બહુ જલ્દી અવકાશમાં અવકાશયાત્રીઓને મોકલીને પુરી દુનિયાને ચૌકાવવા જઈ રહ્યું છે. આના માટે ઈસરોના ગગનયાન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

ગગનયાન ભારત અને ઈસરોનું પહેલુ સમાનવ અવકાશ મિશન છે. આ મિશનથી ભારત અવકાશમાં માણસને મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. ભારતનું આ મિશન હાલ ઈસરોની પ્રાયોરીટીમાં છે અને તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ગગનયાન મિશનથી ઈસરો એક સાથે ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આ મિશન દ્વારા ઈસરો દુનિયાને એ જણાવવા જઈ રહ્યું છે કે ક્યારેક મજાક બની રહેલુ ઈસરો હવે અવકાશમાં સુપર પાવર બનવા જઈ રહ્યું છે.
ભારતના ગગનયાન મિશનાં ભારતીય વાયુસેનાના પાયલોટ અવકાશયાત્રી તરીકે અવકાશમાં જશે. આના માટે છેલ્લા ઘણા સમયથી સતત તાલીમ અપાઈ રહી છે. ઈસરોનું આ મહત્વનું મિશન પહેલા 2021 સુધીમાં લોન્ચ કરવાની તૈયારી હતી પરંતુ હવે તેને 2025માં લોન્ચ કરવામાં આવી શકે છે.
સ્પેસ એજન્સી ઈસરોનું આ પહેલું માનવ મિશન હશે. ગગનયાન અવકાશ મિશન માટે પ્રથમ રોબોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.
આ મિશનની શરૂઆત 2024માં થઈ શકે છે. જેમાં રોબોટ વ્યોમિત્રને અવકાશમાં મોકલવામાં આવશે. તે ત્યાં અવકાશયાત્રીઓની સુરક્ષાને લઈને દરેક વિગતો આપશે. ગગનયાન પ્રોજેક્ટ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું મિશન હશે. તેનો કુલ ખર્ચ લગભગ 10 હજાર કરોડ રૂપિયા આસપાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
