રાજકારણમાં ફસાઇ ગઇ કેજરીવાલની પત્નીની નોકરી

kejriwal
નવી દિલ્હી, 27 જૂન: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ પરેશાન છે. પહેલાં ભાડાના ઘરની ચિંતા તો હવે પત્નીની નોકરી. અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના પ્રતિનિયુક્તિને અરજીને પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને અસ્વિકાર કરી દિધી છે. દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપના રાજકારણમાં કૂદીને તેમના સમીકરણ બગાડનાર અરવિંદ કેજરીવાલની પત્નીની નોકરી પણ રાજકારણનો શિકાર બની ગઇ છે.

સૂત્રોના અનુસાર સત્તારૂઢ ભાજપના પાર્ષદોના વિરોધના લીધે સુનીતા કેજરીવાલની અરજીને અસ્વિકાર કરી દેવામાં આવી છે. જો કે ભાજપના પાર્ષદોએ રાજકીય બદલાની ભાવનાથી અરજીને રદ કરવાની વાતની મનાઇ કરી છે. તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલની પત્ની ઇન્કમ ટેક્સ વિભાગમાં અધિકારી છે. સુનીતા કેજરીવાલે પૂર્વ દિલ્હી નિગમમાં પ્રોપર્ટી ટેક્સ વિભાગના પ્રમુખ પદ ડેપુટેશન પર આવવા માટે અરજી કરી હતી. પરંતુ તેમની આ અરજી અસ્વિકાર કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલની પત્નીની આ પદ માટે અરજી આવતાં અધિકારીઓએ કેસને વરિષ્ઠ ભાજપ પાર્ષદોને અવગત કરતાં તેમની ભલામણ માંગી. ત્યારબાદ તેમની અરજીને રિજેક્ટ કરી દેવામાં આવી. નિયમ અનુસાર ડેપુટેશન પર આવનાર અધિકારીઓએ નિયુક્તિ પહેલાં સત્તાપક્ષની ભલામણ લેવામાં આવતી નથી. અધિકારી નિર્ણય લીધા બાદ તેના પર સત્તાપક્ષની મોહર લગાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X