અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, ઘર-ઘર રાશન યોજના શરૂ કરવાની કરી માંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને 'ઘર-ઘર રાશન યોજના' લાગુ કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી સરકાર આ અઠવાડિયાથી મફત રાશનની ડોરસેપ સર્વિસ શરૂ કરવા જઇ રહી હતી, પરંતુ કેન્દ્ર સર
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને 'ઘર-ઘર રાશન યોજના' લાગુ કરવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી સરકાર આ અઠવાડિયાથી મફત રાશનની ડોરસેપ સર્વિસ શરૂ કરવા જઇ રહી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ યોજનાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો, જેના કારણે દિલ્હી સરકાર અને કેન્દ્ર ફરી એક વખત સામસામે આવી ગયા છે. અરવિંદ કેજરીવાલે સોમવારે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને હવે તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ યોજના શરૂ કરવા વિનંતી કરી છે.

આ યોજના સાથે સંબંધિત ટેન્ડર પણ આપવામાં આવ્યા હતા - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં સોમવારે પત્રકાર પરિષદમાં જે કહ્યું તે જ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. કેજરીવાલે કહ્યું છે કે 'ઘર-ઘર રાશન સ્કીમ' આગામી સપ્તાહથી રાજધાની દિલ્હીમાં શરૂ થવાની હતી. અમારી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. આ યોજના માટે ટેન્ડર પણ આપવામાં આવ્યા હતા, પરંતુ હવે કેન્દ્રએ આ યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે, લોકો પૂછે છે કે તમે આવું કેમ કર્યું?
|
યોજનાની 5 વાર મંજુરી લીધી
અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું છે કે છેલ્લા 75 વર્ષથી આ દેશના ગરીબ લોકો રાશન માફિયાઓનો ભોગ બન્યા છે. કોઈ પણ સરકારે આ માફિયા ગેંગને ખતમ કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જ્યારે અમે આ પ્રયાસ કર્યા ત્યારે અમને કામ કરતા અટકાવવામાં આવ્યા હતા. આ યોજના આગામી સપ્તાહથી દિલ્હીમાં લાગુ કરવામાં આવવાની હતી, પરંતુ આ યોજનાને એમ કહીને નામંજૂર કરવામાં આવી હતી કે કેન્દ્ર પાસેથી મંજૂરી લેવામાં આવી નથી, જ્યારે સત્ય એ છે કે અમે આ યોજના માટે એકવાર નહીં પરંતુ 5 વાર મંજૂરી લીધી છે.

શું છે પુરો મામલો?
આપને જણાવી દઈએ કે કેજરીવાલ સરકારની 'ઘર-ઘર રાશન યોજના' ની તૈયારી છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહી હતી. સરકારના મતે આ યોજના આવતા અઠવાડિયે લાગુ થવાની હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને અટકાવી દીધી. આ યોજનાનું નામ અગાઉ 'મુખ્યામંત્રી ઘર ઘર રાશન' યોજના રાખવામાં આવ્યું હતું. જ્યારે કેન્દ્રને આ અંગે વાંધો હતો ત્યારે દિલ્હી સરકારે તેનું નામ 'ઘર-ઘર રાશન યોજના' રાખ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત કેન્દ્રએ આ યોજના પર પ્રતિબંધ મૂક્યો છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
