ભાજપના આરોપ પર અરવિંદ કેજરીવાલનો જવાબ, કહ્યું - ભ્રષ્ટ છું તો ધરપકડ કરો ને!
કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારોનું આદાનપ્રદાન યથાવત છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા પડકાર આપ્યો હતો.
કેન્દ્રની મોદી સરકાર અને દિલ્હીની આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારોનું આદાનપ્રદાન યથાવત છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા પડકાર આપ્યો હતો. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જો હું ભ્રષ્ટ છું, તો મારી ધરપકડ થવી જોઇએ.

જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે તો તેની ધરપકડ કરો
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મને વડાપ્રધાન દ્વારા આતંકવાદીકહેવામાં આવ્યો હતો. ગૃહ મંત્રીએ તપાસ માટે આદેશ આપ્યા હતા. શું થયું એનું. હવે ગુજરાત અને એમડીસીની ચૂંટણી પહેલા કહી રહ્યા છેકે, અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે. આવામાં હું તેમને કહું છું કે, જો અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે તો તેની ધરપકડ કરો.

લોકોના ફેવરિટ છે કેજરીવાલ
ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે એવું ન કહ્યું કે તે ન તો આતંકવાદી છે કે ન તો ભ્રષ્ટ. કેજરીવાલ લોકોના ફેવરિટ છે અને તેથી ભાજપનેપેટમાં ચૂક આવી રહી છે.
આમ આદમી પાર્ટીને આશા છે કે, પાર્ટી ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી હટાવી દેશે. આ સાથે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આ જ કારણ છે કે, ભાજપ દ્વારા કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન છે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આવા સમયે, દિલ્હી MCD ચૂંટણી 4 ડિસેમ્બરના રોજ યોજાશે.
पंजाब के पहले PM बोले - केजरीवाल आतंकवादी है। HM ने जाँच बिठा दी। क्या हुआ उसका?
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 8, 2022
अब गुजरात/MCD के पहले कह रहे हैं केजरीवाल भ्रष्ट है
अरे, केजरीवाल आतंकवादी या भ्रष्ट है तो गिरफ़्तार करो ना?
केजरीवाल ना आतंकवादी है ना भ्रष्ट।केजरीवाल जनता का लाड़ला है। इस से बीजेपी को तकलीफ़ है
સંબિત પાત્રાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
ભાજપના નેતા સંબિત પાત્રાએ તાજેતરમાં AAP સરકાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
આદરમિયાન સંબિતે જણાવ્યું હતું કે, કેજરીવાલનો ઈરાદો ખરાબ છે. આ જ કારણ છે કે, શહેર "ભ્રષ્ટાચારના પ્રદૂષણ" સામે ઝઝૂમી રહ્યું છે. આઉપરાંત પાત્રાએ કેજરીવાલ સરકાર પર બાંધકામ કામદારોના નામે છેતરપિંડી કરીને પૈસા પડાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આવા સમયે આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી સરકાર પર દારૂની નીતિને લઈને ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
