Arvind Kejriwal resignation: અરવિંદ કેજરીવાલે કેમ આપ્યું રાજીનામુ? જાણો પાંચ મોટા કારણો
Arvind Kejriwal resignation: હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ગરમાવાનું કારણ છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. તેમણે આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ આગામી બે દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નેતાની પસંદગી કરશે. આ જાહેરાતથી અરવિંદ કેજરીવાલે દિલ્હીના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ રાજ્ય સરકારનો કાર્યકાળ પૂરો કરવા માંગે છે. તેઓ નથી ઈચ્છતા કે, વિધાનસભાનું સમય પહેલા વિસર્જન થાય અને ચૂંટણી યોજવામાં આવે.
હું શેરીએ શેરીએ જઈશ - અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું તમારા દરબારમાં, જનતા દરબારમાં આવ્યો છું. હું પૂછું છું કે તમે અરવિંદ કેજરીવાલને ઈમાનદાર માનો છો કે ગુનેગાર. હું બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે, ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું જનતાની વચ્ચે જઈશ, દરેક ગલીમાં જઈશ, દરેક ઘરમાં જઈશ, જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે કે, અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે, હું ખુરશી પર બેસીશ નહીં.

નૈતિકતાનો સંદેશ આપવાનો પ્રયાસ - તેમજ અરવિંદ કેજરીવાલે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, તેમણે જેલમાં રહીને રાજીનામાની જાહેરાત કરી નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ રાજીનામા દ્વારા તેઓ એ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમણે જેલમાંથી બહાર આવ્યા બાદ જ નૈતિક રીતે રાજીનામું આપ્યું છે.
સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ - આ રાજીનામા દ્વારા અરવિંદ કેજરીવાલ લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે લોકોમાં એક સંદેશ આપવા માંગે છે કે, કેન્દ્ર સરકાર તેમની સરકારને કામ કરવા દેતી નથી. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ મનીષ સિસોદિયા, સંજય સિંહને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તમામને જામીન મળી ગયા હતા.
ભાજપનો દાવ નિષ્ફળ - ભાજપના ધારાસભ્યોએ એલજીને પત્ર લખ્યો હતો કે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. ભાજપના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન તરીકે મહત્ત્વની જવાબદારીઓ નિભાવી શકે નહીં. કારણ કે, સુપ્રીમ કોર્ટે ઘણી શરતોના આધારે જામીન આપ્યા છે.
આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલને ડર હતો કે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે, તેથી માનવામાં આવે છે કે, અરવિંદ કેજરીવાલે ભાજપના આ ઇરાદાને નિષ્ફળ બનાવવાનું કામ કર્યું છે.
ચૂંટણીની તૈયારી - દિલ્હીમાં થોડા મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલ જાણે છે કે, તેમને ફરી એકવાર લોકોની વચ્ચે જવું પડશે.
અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાના માનસને સારી રીતે સમજે છે. આ જ કારણ છે કે, તે પોતે પણ હવે જનતાની વચ્ચે જવા માંગે છે અને ફરી એકવાર જનતાનું વલણ તેમના તરફ વાળવા માંગે છે.
અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની અને મનીષ સિસોદિયા સાથે લોકોની વચ્ચે જશે. અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવવાની તૈયારી કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટનું દબાણ - સુપ્રિન કોર્ટે અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે, જેમાં કેજરીવાલને મુખ્યમંત્રી કાર્યાલયમાં જવા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આવી સ્થિતિમાં, અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી સરકારના કામકાજમાં અવરોધો દૂર કરવા માંગતા હતા. તેઓ ઈચ્છતા ન હતા કે, ભાજપ એ હકીકતને મુદ્દો બનાવે કે, અરવિંદ કેજરીવાલ માત્ર ખુરશી ખાતર ઓફિસમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
