Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર અન્ના હજારેએ શું કહ્યું?
Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલએ રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા સામે આવી છે.
ક્યારેય અરવિંદ કેજરીવાલના ગુરૂ રહેલા અન્ના હજારેએ રાજીનામું આપવાની જાહેરાત પર કહ્યું છે કે મેં તો પહેલા જ કહ્યું હતું કે રાજનીતિમાં ન જાઓ.

અન્ના હજારેએ કહ્યું કે, હું પહેલાથી જ કેજરીવાલને કહેતો હતો કે રાજકારણમાં ન જાવ. સમાજની સેવા કરો અને તમે મહાન માણસ બનશો. અમે ઘણા વર્ષો સુધી સાથે હતા. તે સમયે મેં તેમને વારંવાર કહ્યું કે રાજકારણમાં ન જાવ. સમાજ સેવા સુખ આપે છે. પરંતુ તેના દિલમાં શું છે મને ખબર નથી.
જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેશે.
એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે કહ્યું કે આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક થશે અને પાર્ટીના એક નેતાની પસંદગી કરશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે પરંતુ હું મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે.
કેજરીવાલે કહ્યું કે, હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે હું મુખ્યમંત્રી બનીશ અને સિસોદિયા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી બનશે જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
