શીલા દીક્ષિતે આ કર્યું હોત તો અમારે AAP બનાવી ના પડતે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલીને ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર પ્રહાર કર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલીને ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિત પર પ્રહાર કરતા કહ્યું છે કે જો તેમને સારી સરકાર ચલાવી હોત અને સારું કામ કર્યું હોત તો તેમને આમ આદમી પાર્ટી શરુ કરવાની જરૂર ના પડી હોત. અરવિંદ કેજરીવાલે કહ્યું કે શીલા દીક્ષિતના શાશનમાં સ્કૂલથી લઈને હોસ્પિટલ દરેક જગ્યાની હાલત ખુબ જ ખરાબ હતી.

ચૂંટણી રેલીને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર પણ તીખા પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે મોદી સરકારે તેમના કામને રોકવા માટે દરેક સંભવ પ્રત્યન કર્યા. અમે નવી સ્કૂલ ખોલવા માંગીએ છે, હોસ્પિટલ બનાવવા માંગીએ છે મોહલ્લા ક્લિનિક ખોલવા માંગીએ છે પરંતુ આ લોકો અમને કામ નથી કરવા દેતા. છેલ્લા ત્રણ વર્ષથી મોદી સરકાર સીસીટીવી કેમેરા સંબંધિત ફાઈલો આગળ નથી વધારી રહી. અમે વચન આપ્યું હતું કે આખી દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવી દઇશુ પરંતુ મોદી સરકાર અમને કામ નથી કરવા દેતા.
આ પણ વાંચો: દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને દરેક કામ કરતા પહેલા મોદી સરકારની મંજૂરી લેવી પડે છે. દરેક રાજ્યને પૂર્ણ અધિકાર છે પરંતુ દિલ્હીને પૂર્ણ અધિકાર નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે લોકો સરકારના કામમાં અડચણ ઉભી કરે છે, તેમને ફરી વોટ નહિ આપો. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીની સાતે સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી દીધા છે.
આ પણ વાંચો: વોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
