ભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો કે તેમની પીએમ ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરાવવામાં આવી શકે છે.
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો કે તેમની પીએમ ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરાવવામાં આવી શકે છે. પોતાની રાજકીય હત્યાનો અંદેશો વ્યક્ત કરીને કેજરીવાલે કહ્યુ કે મારા પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ શકે છે. આ પહેલી વાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલે પોતાની હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ પહેલા 2016માં પણ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદી તેમની હત્યા કરાવી શકે છે.

મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે
એક સમાચાર પત્ર સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આસપાસ જે પોલિસવાળા સુરક્ષા માટે ચાલી રહ્યા છે તે બધા ભાજપને રિપોર્ટ કરે છે. પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. કાલે આ ઈન્દિરા ગાંધીની જેમ મારી પીએસઓ પાસે જ મારી હત્યા કરાવી દેશે. મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે. કેજરીવાલના આ દાવાને આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન કર્યુ છે.
|
સીએમ બન્યા બાદ તેમના પર પોલિસની હાજરીમાં 6 વાર હુમલા થયા
મીડિયા સાથે વાત કરતા ભારદ્વાજે કહ્યુ, ‘દિલ્લીના સીએમ બન્યા બાદ તેમના પર પોલિસની હાજરીમાં 6 વાર હુમલા થયા છે. આવી ઘટનાઓ બાદ પણ કોઈ એક્શન લેવામાં આવી નથી. અમને દિલ્લી પોલિસ પર વિશ્વાસ નથી.' તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં કેજરીવાલને એક વ્યક્તિએ તેમના રોડ શોમાં થપ્પડ મારી દીધી હતી. તે કેજરીવાલની જીપ પર ચઢી ગયો હતો અને પછી તેમને થપ્પડ મારી હતી. બાદમાં તેને જીપમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત આપ ભાજપ પર હુમલાના આરોપ લગાવતી રહી છે.

મુસ્લિમ મતદારો વિશે આપ્યુ સનસનીખેજ નિવેદન
વળી, આ પહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે એમ કહીને સનસની ફેલાવી દીધી હતી કે મતદાનના 48 કલાક પહેલા લાગી રહ્યુ હતુ કે આપને બધી સાત સીટો પર જીત મળશે. પરંતુ છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મતો કોંગ્રેસના ખાતામાં જતા રહ્યા. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ બધુ મતદાનની બરાબર પહેલાની રાતે થયુ. હવે જોઈએ છે આગળ શું થાય છે. કેજરીવાલે કહ્યુ કે તે તપાસ કરી રહ્યા છે કે એવુ શું થયુ કે બધા મુસ્લિમ મતો કોંગ્રેસના ખાતામાં શિફ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ કે મુસ્લિમ 12-13 ટકા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
