Arvind Kejriwal Bail: અરવિંદ કેજરીવાલને હજુ નહીં મળે જામીન, EDની અરજી પર નિર્ણય અનામત
Arvind Kejriwal Bail : દિલ્હી હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અરવિંદ કેજરીવાલને જામીન પર છોડવા પર રોક લગાવી દીધી છે. ED અને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી તાકીદની અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલના જામીનનો વિરોધ કરતા EDએ જણાવ્યું હતું કે, જે રીતે જામીન આપવામાં આવ્યા તે યોગ્ય નથી.
દિલ્હી હાઈકોર્ટમાં EDનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ અરવિંદ કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે દલીલ કરી હતી.
ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન એસવી રાજુએ નીચલી કોર્ટના આદેશને વિકૃત ગણાવ્યો હતો. ન્યાયમૂર્તિ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની બેચ સમક્ષ તાકીદની અરજીની સુનાવણી દરમિયાન, એસવી રાજુએ જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટનો આદેશ સંપૂર્ણપણે ખામીયુક્ત છે. કોર્ટે જણાવ્યું હતું કે, ન્યાયાલય સમક્ષ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. આ ખોટું નિવેદન છે.

EDની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. EDની દલીલો પર, બેચે જણાવ્યું હતું કે, તમે બે-ત્રણ દલીલો કરી રહ્યા છો - તમારી વાત સાંભળવામાં આવી ન હતી અને કલમ 45 PMLA પર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવી ન હતી, અને હાઇકોર્ટના તારણો ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
ASG રાજુએ જણાવ્યું હતું કે, શું બંધારણીય ખુરશી પર બેસવું એ જામીન માટેનો આધાર છે? આનો અર્થ એ થયો કે, દરેક મંત્રીને જામીન મળશે, તમે મુખ્યમંત્રી છો, તેથી તમને જામીન મળશે.
ED ની અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ હાઈકોર્ટના જસ્ટિસ સુધીર કુમાર જૈન અને જસ્ટિસ રવિન્દર દુડેજાની ખંડપીઠે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. બેચે જણાવ્યું હતું કે, આ અંગે આગામી દિવસોમાં નિર્ણય આપવામાં આવશે. જોકે, EDની અરજી પર આદેશ ન આવે, ત્યાં સુધી હાઈકોર્ટે જામીનના આદેશના અમલ પર રોક લગાવી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
