Article 370 : કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો શું કહ્યું?
કલમ 370 ની સમિક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે ફરીથી ઈન્કાર કર્યો છે. કોર્ટે કલમ 370 પર તેના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણના અનુચ્છેદ 370ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયની માન્યતાને સમર્થન આપ્યું હતું.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાન્ત અને એએસ બોપન્નાની બનેલી પાંચ જજોની બેંચે 11 ડિસેમ્બર 2023ના રોજ આપેલા ચુકાદામાં કોઈ ખામી ન હોવાનું કહીને સમીક્ષા અરજીઓ ફગાવી દીધી છે.
પાંચ જજોની બેન્ચે 1 મેના રોજ આપેલા તેના આદેશમાં જણાવ્યું હતું કે, રિવ્યુ પિટિશન્સ પર ધ્યાન આપ્યા પછી તેમના ઓર્ડરમાં કોઈ ભૂલ જોવા મળતી નથી. સુપ્રીમ કોર્ટના નિયમો 2013 ના ઓર્ડર XLVII નિયમ 1 હેઠળ સમીક્ષા માટે કોઈ કેસ નથી. તેથી સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવે છે.
બેન્ચે રાષ્ટ્રપતિના આદેશને યથાવત રાખ્યો. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2024 નક્કી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
