Article 370 : જમ્મુ કાશ્મીરને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાશે, 30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

જમ્મુ કાશ્મીરમાથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સાથે રાજ્યને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને ચૂંટણી યોજવા પણ આદેશ કર્યા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે આ બંધારણીય રીતે યોગ્ય છે.

Article 370

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રપતિને કેન્દ્રની સંમતિથી આ નિર્ણય લેવાનો અધિકાર છે. આ સાથે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 30 સપ્ટેમ્બર 2024 પહેલા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરમાં વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરની કલમ 370 પર ચાલી રહેલા તમામ વિવાદોનો અંત લાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા અસ્થાયી રૂપે કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે, 5 ડિસેમ્બર 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. જે બાદ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વિપક્ષી પાર્ટીઓ અને ઘણા વધુ અરજદારોએ પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તમામ વિવાદો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

સુપ્રીમ કોર્ટે કલમ 370 નાબૂદને યોગ્ય ઠેરવતા કહ્યું કે, રાષ્ટ્રપતિને કેન્દ્રની સંમતિથી આ નિર્ણય લેવાનો અધિકાર છે. તેથી તેમના દ્વારા લેવાયેલો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 370ને અસ્થાયી ગણાવ્યું અને કહ્યું કે તેની જોગવાઈ જમ્મુ-કાશ્મીરને ભારતમાં એકીકરણ માટે કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઘાટીમાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ક્ષેત્રોની સીમાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 107ને બદલે 114 વિધાનસભા સીટો છે. જેમાં પાકિસ્તાનના કબ્જા વાળી 24 બેઠકો પણ સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X