અરુણાચલમાં સેનાનું હેલિકોપ્ટર રૂદ્રા થયું ક્રેશ
અરૂણાચલ પ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. અરૂણાચલ પ્રદેશના સિયાંગમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર રૂદ્રા ક્રેશ થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટર સિંગિંગ ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
અરૂણાચલ પ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. અરૂણાચલ પ્રદેશના સિયાંગમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર રૂદ્રા ક્રેશ થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટર સિંગિંગ ગામની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ટુટિંગ હેડક્વાટથી ઘટનાસ્થળ 25 કિલોમીટર દૂર છે.

ગુવહાટી ડિફેન્સના પ્રવક્તા તરફથી આપવામાં આવેલા નિવેદન આ હેલિકોપ્ટર ટુટિંગથી અદાજે 25 કિલોમીટરની દૂર ક્રેશ થઇ ગયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે જગ્યા જમીન માર્ગ સાથે જોડાયેલી નથી. હાલ રેસક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનું હેલિકોપ્ટર જેનું નામ રૂદ્રા દુર્ઘટનાનો શિકાર બન્યું છે, જેની શોધ કરવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, આ હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, હજૂ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, અકસ્માત કયા કારણોસર થયો છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તે અંગે હજૂ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી.
જ્યાં અકસ્માત થયો છે, તે સ્થળની ચારેબાજુ ગાઢ જંગલ છે, રસ્તા નથી. આ જ કારણ છે કે, રાહત અને બચાવ કાર્યમાં થોડી મુશ્કેલી પડી રહી છે. આ જગ્યા મોટાભાગે સેનાના નિયંત્રણમાં છે, અહીં સામાન્ય લોકોની વસ્તી ઘણી ઓછી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા તવાંગમાં સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ દુર્ઘટનામાં પાયલોટ શહીદ થયા હતા.
અત્રે નોંધનીય છે કે, આ પહેલા ઉત્તરાખંડના કેદારનાથમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત સાત લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના ખરાબ હવામાનના કારણે થઈ હતી, જોકે, આ અંગેની સત્તાવાર માહિતી હજૂ સામે આવી નથી. DGCAએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
