શું દેશમાં વધી રહ્યાં છે આતંકવાદી હુમલા? DMK સાંસદના પ્રશ્નનો બીજેપી સરકારે આપ્યો જવાબ
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. ડીએમકે નેતા ગણેશમૂર્તિના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે દેશમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. ડીએમકે નેતા ગણેશમૂર્તિના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે દેશમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી રહી નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું દેશમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી રહી છે.

2018માં 417 આતંકી હુમલા
રાયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. 2018માં 417 અને 2021માં 229 આતંકી હુમલા થયા છે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ સતત પ્રક્રિયા છે.

સરકાર ઉઠાવી રહી છે પગલા
સરકારે કાયદાકીય માળખાને મજબૂત કરવા, ગુપ્ત માહિતીને સુવ્યવસ્થિત કરવા, આતંકવાદ સંબંધિત કેસોની તપાસ અને કાર્યવાહી માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સ્થાપના સહિત વિવિધ પગલાં લીધાં છે.

સ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રિત
નિત્યાનંદ રાયે કહ્યું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), સીમા અને દરિયાકાંઠાની સુરક્ષા, પોલીસ દળોનું આધુનિકીકરણ અને રાજ્ય પોલીસ દળોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં આતંકવાદ સંબંધિત હિંસા પર ઘણી હદ સુધી નિયંત્રણ કરવામાં આવ્યું છે.

244 આતંકવાદી ઘટનાઓ થઇ
મંત્રીએ ડેટા પણ શેર કર્યો જે દર્શાવે છે કે 2020માં જમ્મુ અને કાશ્મીરમાં 244 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં 2021માં આ સંખ્યા ઘટીને 229 થઈ ગઈ હતી.

જેમાં 62 સુરક્ષા જવાનો અને 37 નાગરિકો માર્યા ગયા હતા
મળતી માહિતી અનુસાર 2020માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 62 સુરક્ષા જવાનો અને 37 નાગરિકોના મોત થયા હતા, જ્યારે આ હુમલાઓમાં સુરક્ષા દળના 106 જવાન અને 112 નાગરિકો ઘાયલ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
